________________
૧૩૨
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ – નાભિરાજાના પુત્ર ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ખંડના અધિપતિ આદિત્યયશાદિ ચૌદ લાખ રાજાઓ નિરંતર મોક્ષે ગયા એટલે એ વંશમાં ભરતપુત્ર આદિત્યયશાથી માંડીને જે જે રાજાઓ પાટે આવ્યા તે મોક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, ત્યારપછી ચૌદ લાખ મેક્ષે ગયા, ત્યારપછી એક સર્વાર્થસિદ્ધ ગયા, એ પ્રમાણે ચૌદ ચૌદ લાખને અંતરે એક એકની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યાર પછી ફરીથી ચૌદ લાખ મોક્ષે અને બે સર્વાર્થસિદ્ધ, વળી પાછા ચૌદ લાખ મેશે અને બે સર્વાર્થસિદ્ધ, એવી રીતે ચૌદ ચૌદ લાખને આંતરે બે બે ની સંખ્યા અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ફરીથી ચૌદ લાખ મોક્ષે અને ત્રણ સર્વાર્થસિદ્ધ એમ ચૌદ લાખને અન્તરે ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ___ जा पन्नासमसंखा, तो सव्वलुमि लक्खचउदसगं ।
.. एगो सिवे तहेव य, अस्संखा जाव पन्नासं ॥४॥ અથ:- યાવત્ પચાસ સુધી આંતરામાં સિદ્ધ થયેલા અસંખ્યાતા થાય ત્યારપછી સર્વાર્થસિદ્ધ ચૌદ લાખ અને એક મોક્ષે તેમજ યાવત્ અસંખ્યાતી વાર પચાસ જાય ત્યાં
સુધી કહે:
| ભાવાર્થ - ઉપર કહેલ ત્રણ ત્રણની સંખ્યા અસંખ્યાતી થયા પછી ચૌદલાખ મેક્ષે અને ચાર સર્વાર્થસિદ્ધ એમ ચૌદ ચૌદ લાખને અંતરે ચાર ચાર અસંખ્યાતી વાર કહેવા એમ પાંચ-છ-સાત યાવત્ ૫૦ સુધી અસંખ્યાત થાય ત્યાં સુધી કહેવું. ૧ અનુલેમ સિદ્ધદંડિકાની સ્થાપના :
મેક્ષે ૧૪–૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪–૧૪–૧૪-૧૪–૧૪ અસંખ્યવાર સર્વાર્થસિદ્ધ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ ૨૦૩૦-૪૦ -૫૦ અસંખ્યવાર
યંત્રમાં ચૌદની સંખ્યા ચૌદ લાખ જણાવવા માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિદ્ધ જનારાની છે.
ત્યારપછી ચૌદ લાખ સવાર્થસિદધે અને એક મિક્ષે, વળી ચૌદ લાખ સર્વાર્થસિધ્ધ એક મોક્ષે, એમ ચૌદ ચૌદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યાર પછી ચૌદ ચૌદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચૌદ ચૌદ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ છ, સાત સાત એમ યાવત્ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ૨ પ્રતિલોમ સિદ્ધદડિકાની સ્થાપના
મોક્ષે ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યવાર સવાર્થસિધે ૧૪-૧૪-૧૪–૧૪-૧૪- ૧૪- ૧૪-૧૪–૧૪–૧૪ લાખ અસંખ્યવાર