________________
શ્રી સિદ્ધપંચાશિકા ૮ બુદ્ધદ્વાર- સ્વયંબુદ્ધ બે સમય સુધી, બુદ્ધાધિત આઠ સમય ફી, પ્રત્યેકબુદ્ધ અને
બુદ્ધિબોધિત સ્ત્રી અને પુરુષ સામાન્યથી ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૯ જ્ઞાનદ્વાર–મતિ, શ્રુતજ્ઞાની બે સમય સુધી,
મતિ, શ્રુત અને મન પર્યવજ્ઞાની ચાર સમય સુધી, મતિ, શ્રુત અને અવધિજ્ઞાની તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાની
આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૦ અવગાહનાદ્વાર– ઉત્કૃષ્ટ અને જઘન્ય અવગાહનાવાળા બે બે સમય સુધી, યવમધ્યવાળા ચાર સમય સુધી અને મધ્યમ અવગાહનાવાળા આઠ સમય સુધી નિરંતર
સિદ્ધ થાય. ૧૧ ઉત્કૃષ્ટદ્વાર- વર્તમાનકાળે સમૃદ્ધત્વથી પડેલા બે સમય સુધી, સંખ્યાતકાળથી તથા અસંખ્યાતકાળથી સમ્યકત્વથી પડેલા ચાર સમય સુધી અને
અનંતકાળથી સમ્યકત્વથી પડેલા આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. પર થી ૧૫ સુધીના અંતરાદિ ચાર દ્વારા અહીં ઘટે નહિ. આ રીતે પાંચમું કાળદ્વાર કહ્યું. ૬ અંતરદ્વાર -
जंबूद्दीवे धायइ, ओह विभागे य तिसु विदेहेसु ।
वासपहुत्तं अंतर, पुक्खरदुविदेह वासहियं ॥२०॥ અર્થ – ૧ ક્ષેત્રદ્વાર–જબૂદ્વીપમાં અને ધાતકીખંડમાં સામાન્યપણે વર્ષ પૃથફત્વનું (૨ થી ૯ વર્ષ) અંતર જાણવું, અને વિશેષથી જંબૂદ્વીપના એક મહાવિદેહ અને ઘાતકીખંડના બે મહાવિદેહ મળી ત્રણ મહાવિદેહમાં પણ તેટલું જ અંતર જાણવું. સામાન્યપણે પુષ્કરાઈમાં અને વિશેષથી તેના બે વિદેહમાં વર્ષથી ડું અધિક અંતર જાણવું.
भरहेरवए जम्मा, कालो जुगलीण संखसमसहसा ।
संहरण नरयतिरिए, समसहसा समसयपहुत्तं ॥२१॥ અથ– ૨ કાળીદ્વારા ભારત અને એરવતક્ષેત્રમાં જન્મથી યુગલિકના કાળ જેટલું (કાંઈક ન્યૂન અઢાર કોડાકોડી સાગરોપમનું) અંતર જાણવું. અવસર્પિણીના પહેલે, બીજે અને ત્રીજે તેમજ ઉત્સર્પિણીના ચોથ, પાંચમે અને છ આરે સંહરણથી સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. '
૩ ગતિદ્વાર નરગતિમાંથી આવેલાને હજાર વર્ષનું અને તિર્યંચગતિમાંથી આવેલાને શતપૃથફતવર્ષનું અંતર જાણવું.