________________
૧૧૬
પ્રકરણ રત્નાવલી આ રીતે મૂલ આઠ દ્વારમાં ત્રીજું ક્ષેત્રદ્વાર અને ચોથું સ્પર્શના દ્વાર જાણવું. ૫ કાળદ્વાર :
जत्थट्ठसयं सिज्झइ, अहउ समया निरंतरं तत्थ ।
वीस दसगेसु चउरो, दु सेसि जवमज्झि चत्तारि ५ ॥ १९ ॥ અર્થ—હવે મૂળના પાંચમા કાળદ્વારમાં ક્ષેત્રાદિ પંદરે દ્વારમાં જે જે સ્થાને એક સમયે ઉત્કૃષ્ટ એકસે ને આઠ સિદ્ધ થાય ત્યાં નિરંતર પણે આઠ સમયને કાળ કહે. જ્યાં એક સમયમાં વીશ અથવા દશ સિદ્ધ થાય ત્યાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ. બાકીના સ્થાને નિરંતરપણે બે સમયને કાળ જાણ. યવમધ્યમાં ચાર સમયને નિરંતરપણે કાળ જાણ.
ભાવાર્થ – ઉત્તર દ્વાર ૧૫ મા દરેક દ્વારે કેટલા સિદ્ધ થાય તેને વિચાર. ૧ ક્ષેત્રકાર-પંદર કર્મભૂમિમાં આઠ સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય.
હરિવર્ષાદિ ૩૦ અકર્મભૂમિમાં અને અધોલકમાં ચારસમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. નંદનવનમાં, પાંડકવનમાં અને લવણસમુદ્રમાં બે બે સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. ૨ કાળદ્વાર– ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં આઠ આઠ
સમય સુધી સિદ્ધ થાય અને બાકીના આરામાં ચાર ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૩ ગતિદ્વાર– દેવગતિથી આવેલા આઠ સમય સુધી સિદ્ધ થાય, બાકીની ગતિમાંથી
આવેલા ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય. ૪ વેદકાર- પુરુષવેદી આઠ સમય સુધી અને સ્ત્રી તથા નપુંસકવેદી ચાર સમય સુધી સિદ્ધ થાય. પુરુષવેદમાંથી આવી પુરુષવેદમાં ઉપજ્યા હોય તે ભાંગાવાળા આઠ સમય સુધી સિદ્ધ
થાય. બાકીના આઠ ભાંગાવાળા ચાર ચાર સમય સુધી નિરંતર પણે સિદ્ધ થાય. ૫ તીર્થદ્વાર– તીર્થકર અને તીર્થકરીના તીર્થમાં, અતીર્થકર સિદ્ધ (તીર્થકર થયા સિવાયના) ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી સિદ્ધ થાય. તીર્થકર અને તીર્થકરી બે
સમય સુધી નિરંતરપણે સિદ્ધ થાય. ૬ લિંગદ્વાર– સ્વસિંગે આઠ સમય, અન્યલિંગે ચાર સમય અને ગૃહસ્થલિંગે બે સમય
સુધી નિરંતર સિદ્ધ થાય. •૭ ચારિત્રદ્વાર-તે ભવમાં પૂર્વે પરિહારવિશુદ્ધિ ચારિત્ર અનુભવનાર ચાર સમય
સુધી, બાકીના ચારિત્રવાળા આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય. •