SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રકરણું રત્નાવલી (૭) ચારિત્રદ્વાર –પરિહાર વિના આધ એટલે જે ભાંગામાં પરિહારવિશુદ્ધિ ચારિત્રપદ ન આવે ત્યાં સામાન્યથી ૧૦૮ સિદ્ધ થાય. તે ભાંગા આ પ્રમાણે ઃ સામાયિક, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ત્રિકસ ચેગી ભાંગે અને સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ‘પરાય અને યથાખ્યાત એ ચતુઃસંચાગી ભાંગે એ એ ભાંગે ૧૦૮ સિદ્ધ થાય. दस परिहारजुए ७ बुद्धिबोहिथी वीस जीव वीस पहु ८ । म महसुअमणनाणे दस सेस दुगि ओहो ९ ॥ १५ ॥ અથ—પરિહારવિશુદ્ધિ સહિત ભાંગામાં દશ દશ સિદ્ધ થાય. (૮) મુન્દ્વાર-બુદ્ધિબાધિત એ એક સમયે વીશ સિદ્ધ થાય. બુદ્ધિભાષિત જીવા સ્ત્રી, પુરુષ અને નપુ`સકની વિવક્ષા વિના વીશ પૃથક્ક્ત્વ સિદ્ધ થાય. (૯) જ્ઞાનદ્વાર–પૂર્વ અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ૪ સિદ્ધ થાય. મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની ૧૦ સિદ્ધ થાય. બાકીના મતિ, શ્રુત અને અવિધજ્ઞાની અને મતિ, શ્રુત, અવિષે અને મનઃપવજ્ઞાની આ બે ભાંગે ૧૦૮ સિદ્ધ થાય. ભાવાથ :-પરિહારવિશુદ્ધિ સહિત ભાંગા આ પ્રમાણે સામાયિક, પરિહાર– વિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ચતુઃસ'ચાગી ભાંગે અને સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસ`પરાય, યથાખ્યાત એ પંચસચેગી ભાંગે આ બંને ભાંગે દશ દશ સિદ્ધ થાય. (૮) બુદ્ધઢારે ગાથામાં જણાવ્યું તે સિદ્ધ પ્રાભૂતમાં કહ્યું છે. હવે વિશેષ કહે છે : – બુદ્ધાધિત પુરુષો ૧૦૮, સ્ત્રી ૨૦ અને નપુંસક ૧૦ સિદ્ધ થાય. मज्झ गुरु लहुवगाहण, अडसय दुग चउर अट्ठ जवमज्झे १० । चुअंतकालसम्मा, अडसय चउ अदुअ दस सेसा ११ - १२ ॥१६॥ અથ (૧૦) અવગાહના દ્વારઃ મધ્યમ અવગાહનાવાળા ૧૦૮-સિદ્ધ થાય. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એ સિદ્ધ થાય. જઘન્ય અવગાહનાવાળા ચાર સિદ્ધ થાય. જવમધ્ય અવગાહનાવાળા આઠ સિદ્ધ થાય. (૧૧) ઉત્કૃષ્ટદ્ધાર–અનંતકાળથી સમ્યક્ત્વથી પડેલા ૧૦૮ સિદ્ધ થાય. સમક્તિથી નહિ પડેલા ચાર સિદ્ધ થાય અને બાકીના અસંખ્યાત કાળથી અને સંખ્યાતકાળથી સમ્યક્ત્વથી પડેલા વંશ દશ સિદ્ધ થાય. ભાવાર્થી :-જવમધ્ય એટલે ઉત્કૃષ્ટ અવગાહના પર૫ થનુષ્યની છે. તેથી અધ ૨૬૨ા ધનુષની અવગાહનાવાળા સમજવા. આગળ પણ જવમધ્ય સ`જ્ઞા આવે ત્યાં
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy