________________
પ્રકરણ રત્નાવલી
૧૧૦
(૮) મુદ્દાર ઃ–
(૧) સ્વય‘બુદ્ધ :-સ્વય' એટલે ખાદ્ય હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને આધ પામેલા તે સ્વય’બુદ્ધ.
(૨) બુદ્ધિબુદ્ધ:-બુધ એટલે મલ્રિસ્વામી તીર્થંકર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી એધ પામેલા તે બુદ્ધિબુદ્ધ.
(૩) બુદ્ધબુદ્ધ :–બુદ્ધ એટલે આચાર્યાદિ તેમનાથી બાધ પામેલા યુદ્ધબુદ્ધ. (૪) પ્રત્યેકબુદ્ધ :-પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જોઈને બાધ પામેલા તે પ્રત્યેકબુદ્ધે જાણવા.
વિશેષતા :
પ્રત્યેકબુદ્ધ અને સ્વયં બુદ્ધમાં બેષિ, ઉપધિ, શ્રુત અને લિંગથી ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની જેમ સાથે વિચરતા નથી. સ્વય બુદ્ધને પાત્રાદિ બાર પ્રકારની ઉપષિ હાય અને પ્રત્યેકબુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ એ પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વ) વર્જીને નવ પ્રકારની ઉપધિ હોય. સ્વય બુદ્ધને પૂર્વે ભણેલું શ્રુત હોય અથવા ન હેાય. જો હાય તા દેવતાલિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તે તે એકલા વિહાર કરે, નહિ તો ગચ્છમાં રહે. જો પૂર્વાધીત શ્રુત”ન હોય તેા નિશ્ચે ગુરુ પાસે લિંગ અ'ગીકાર કરે અને ગચ્છના ત્યાગ કરે જ નહિ.
પ્રત્યેકબુદ્ધને પૂર્વાધીત શ્રુત અવશ્ય હોય જઘન્યથી અગ્યાર અંગનુ' અને ઉત્કૃપૃથી કાંઈક ઊણા દેશ પૂર્વાંનું હોય. તેમને લિંગ દેવતા અપે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય.
(૯) જ્ઞાન દ્વારઃ
જ્ઞાન પાંચ પ્રકારે (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃપવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વતા સિદ્ધ થાય.
તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ એ જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાંવ એ ચાર જ્ઞાની સિદ્ધ થાય. તીર્થંકર તા ચાર નાની જ સિદ્ધ થાય.
(૧૦) અવગાહના દ્વારઃ
જધન્યથી અને ઉત્કૃષ્ટથી જઘન્યથી બે હાથની અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય.