________________
શ્રી સિદ્ધપંચાશિકા
૧૦૯ (૬) લિંગદ્વાર -
લિંગ બે પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે-ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિંગે સિદ્ધ થાય અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તે સ્વલિગે જ સિદ્ધ થાય. (૭) ચારિત્રદ્વાર - ચારિત્રના પાંચ પ્રકાર
સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાવિયાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિદ્ધ થાય (ઉપશમયથાખ્યાતમાં વર્તતા સિદ્ધ ન થાય.)
ति. चउ पण पुचि तिचरण, जिणा ७ सयं बुद्धि बुद्ध पत्तेया ८ ।
दुति चउनाणा ९ लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १० ॥७॥ અર્થ -તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિદ્ધ થાય, તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય. ૮ બુધદ્વાર - એ ચારે પ્રકારે સિદ્ધ થાય. (૯ જ્ઞાનદ્વાર -
કેવલજ્ઞાને સિદ્ધ થાય અને તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ બે, ત્રણ . અને ચાર જ્ઞાને સિદ્ધ થાય. ૧૦ અવગાહના દ્વાર –
જઘન્યથી બે હાથની અવગાહના અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધ થાય.
ભાવાર્થઃ ચારિત્રદ્વારમાં વિશેષતા –
તે ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ કેટલાક પહેલું, ચોથું અને પાંચમું એ ત્રણ ચારિત્ર પામીને સિદ્ધ થાય.
કેટલાક પહેલું, બીજું, એથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય. કેટલાક પહેલું, ત્રીજું, ચોથું અને પાંચમું એ ચાર પામીને સિદ્ધ થાય.
કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિદ્ધ થાય. તીર્થકર તે સામાયિક, સૂમસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પામીને જ સિદ્ધ થાય.