________________
૧૦૮
પ્રકરણ રત્નાવલી ત્યાં હંમેશા મોક્ષગમન હોવાથી ત્યાંથી સંહરણ કરાયેલા તેઓ ભરતાદિ ક્ષેત્રમાં જે આરે વર્તતો હોય, તેમાં સિદ્ધ થતા હોવાથી છએ આરામાં મેક્ષગમન થાય છે.
તીર્થકરને ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સુષમદુષમા અને દુષમસુષમારૂપ બે આરામાં જ જન્મ થાય છે અને તેઓ સિદ્ધિ પામે છે. તેમને સંહરણને અભાવ હોવાથી બીજા આરાઓમાં તેમનું મિક્ષગમન થતું નથી.
તીર્થકરનું અધોલેકના અલૌકિક ગ્રામમાં અને તિર્જીકનાં પંદર કર્મભૂમિમાં સિદ્ધિગમન થાય છે.
चउगइआगय नरगइ ठिय सिव ३ वेयतिग ४ दुविहतिन्थेऽवि ५ ।
fmદિ-અન-સfોયું ન ૬, જે કદ્દાવારૂ વતા | ૬ અથ: ૩ ગતિદ્વારઃ
સામાન્યથી ચાર ગતિમાંથી મનુષ્યગતિમાં આવેલા સિદ્ધ થાય. ૪ વેદદ્વારઃ-ત્રણે વેદમાં સિદ્ધ થાય. ૫ તીર્થદ્વાર -બંને તીર્થમાં સિદ્ધ થાય. ૬ લિંગદ્વાર -ત્રણે લિંગમાં સિદ્ધ થાય.
૭ ચારિત્રદ્વાર ચાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિદ્ધ થાય. ભાવાર્થ: (૩) ગતિકાર:
વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિદ્ધ થાય.
તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અષ્કાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિદ્ધ થાય.
મનુષ્યગતિની અપેક્ષાએ સ્ત્રી, પુરુષ, નપુસક ત્રણે વેદમાંથી આવેલા સિદ્ધ થાય. પણ તીર્થકર તે દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિદ્ધ થાય.
વર્તમાન નયને આશ્રયીને મનુષ્યગતિમાં રહેલા જ મેક્ષ પામે. (૪) વેદદ્વારઃ
ત્રણે વેદમાં સ્ત્રી, પુરુષ અને નપુસકવેદમાં સિદ્ધ થાય. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રયીને અવેદી જ સિદ્ધ થાય. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહ્ય આકારમાત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિદ્ધ થાય. તીર્થકર તે સ્ત્રી અને પુરુષવેદે વર્તતા જ સિદ્ધ થાય. (૫) તીર્થદ્વાર -
તીર્થ બે પ્રકારે-(૧) તીર્થકરે પ્રવર્તાવેલ અને (૨) તીર્થકરીએ પ્રવર્તાવેલ એ બંને તીર્થમાં સિદ્ધ થાય.