________________
૧૦૬
પ્રકરણ રત્નાવલી ' ૬ અંતરદ્વાર (સિદ્ધના નું અંતર કહેવું તે.) ૭ ભાવઢાર ( સિદ્ધિના જીવે કયા ભાવે વર્તે છે તે.) ૮ અલ્પબહુવઠાર (સિદ્ધના જીવોનું પરસ્પર અલ્પબહુવ.)
एहि अणतरसिद्धा, परंपरा सन्निकरिसजुत्तेहिं ।
तेहिं विआरणिज्जा, इमेसु पनरससु दारेसु ॥ ३ ॥ અર્થ :–આ આઠ દ્વારેથી અનંતર સિદ્ધને અને સક્નિકર્ષયુક્ત નવ દ્વારથી પરંપર સિદ્ધને આગલી ગાથામાં કહે છે તે પંદર દ્વારમાં વિચાર કરે.
ભાવાર્થ : ઉપરની ગાથામાં કહેલા આઠ દ્વારથી અનંતરસિદ્ધો વિચારવા..
એક સમયનું પણ જેઓને અન્તર ન હોય તે અનનરસિદ્ધ એટલે સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા–અમુક વિવક્ષિત સમયે સિદ્ધ થયેલા તે અનન્તરસિદ્ધ કહેવાય
અને તે આઠ દ્વાર સાથે સક્નિકર્ષ દ્વાર સહિત નવકારથી પરંપરસિદ્ધ વિચારવા.
વિવક્ષિત પ્રથમ સમયે જે સિદ્ધ થયા તેની અપેક્ષાએ તેના પૂર્વના સમયે સિદ્ધ થયેલા તે પરસિદ્ધ અને તે પૂર્વ સમયે સિદ્ધ થનારની અપેક્ષાએ પૂર્વના સમયે સિદ્ધ, થયા તે પરંપરસિદ્ધ.
તાત્પર્ય એ છે કે અનન્તરસિદ્ધમાં અમુક એક સમયની અપેક્ષાએ વિચારવું અને પરંપરસિદ્ધમાં અમુક વિવક્ષિત સમયથી પૂર્વે પૂર્વે અનંતા ભૂતકાળ સુધીમાં થઈ ગયેલા સિદ્ધની અપેક્ષાએ વિચારવું. સન્નિકર્ષ એટલે સગગત અલ્પબદુત્વ વિશેષ જાણ. પંદર દ્વારના નામ -
खित्ते काले गइ वेअ, तित्थ लिंगे चरित्त बुद्धे य ।'
नाणोगाहुक्कस्से, अंतरमणुसमयगणणअप्पबहू ॥ ४ ॥ અર્થ -ક્ષેત્ર, કાળ, ગતિ, વેદ, તીર્થ, લિંગ, ચારિત્ર, બુદ્ધ, જ્ઞાન, અવગાહના, ઉત્કર્ષ, અંતર, અણુસમય, ગણના, અ૫બહુ આ ૧૫ દ્વાર છે.. ભાવાર્થ :-(૧) ક્ષેત્રદ્વાર ત્રણ પ્રકારે-ઊર્વ, અધે અને તિર્થો.
(૨) કાળદ્વાર બે પ્રકારે-ઊત્સર્પિણ અને અવસર્પિણી. (૩) ગતિદ્વાર ચાર પ્રકારે–નારકી-તિર્યંચ-મનુષ્ય અને દેવ. () વેદદ્વારા ત્રણ પ્રકારે-વેદ-પુરુષવેદ-નપુસકવેદ. (૫) તીર્થદ્વાર બે પ્રકારેતીર્થકરનું તીર્થ, તીર્થકરીનું તીર્થ (૬) લિંગદ્વાર બે પ્રકારે-દ્રવ્યલિંગ, ભાવલિંગ.
દ્રવ્યલિંગ ત્રણ પ્રકારે–ગૃહસ્થલિંગ, અન્યલિંગ, સ્વલિંગ. *