________________
શ્રી સિદ્ધપંચાશિકા.
આત્મા જ્યારે ભવભ્રમણ પૂર્ણ કરીને સિદ્ધ થાય છે ત્યારે સિદ્ધશિલા ઉપર પહોંચે છે. ત્યાં અનંત જીવે છે પણ જીવ કયાંથી કેવી રીતે જાય? જ્યાં રહે છે ત્યાં કેટલી સંખ્યા છે? કેટલા છે સાથે સ્પર્શીને રહે છે? કેટલા કાળ સુધી રહે છે? એક પછી બીજા જીવની વરચે કેટલું અંતર છે? એ જીવોને કયા ભાવો હોય છે અને પરસ્પર કેટલા છે. તે સર્વ હકીકત સત્પદની પ્રરૂપણ આદિ ૮ દ્વારે ને દ્રવ્ય કાળ આદિ પંદર દ્વારા સાથે ખૂબ જ વિસ્તારથી સમજાવ્યા છે એટલે કે સિદ્ધ સંબંધી ટુંકમાં પણ સારી રીત સમજી શકાય તેવી ઘણી વિગતો આ પ્રકરણમાં બતાવી છે.
सिद्ध सिद्धत्थसुअं, नमिडं तिहुअणपयासयं वीरं ।।
सिरिसिद्धपाहुडाओ, सिद्धसरूवं किमवि वुच्छं ॥ १ ॥ અર્થ -પ્રસિદ્ધ ત્રણે ભુવનમાં કેવલજ્ઞાનથી પ્રકાશ કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રી સિદ્ધપ્રાભૂતમાંથી ઉદ્ધરીને સિદ્ધભગવાનનું સ્વરૂપ સંક્ષેપથી કહીશ.
ભાવાર્થ-સિદ્ધચકુ એ પદને અર્થ આવી રીતે પણ થાય છે. સિદ્ધ એટલે અચલ છે અર્થ-જીવાદિ પદાર્થો શ્રુતમાં દ્વાદશાંગરૂપ સિદ્ધાંતમાં જેના એવા અથવા સિદ્ધ થયા છે એક્ષપ્રાપ્તિરૂપ અર્થ જેમના એવા સુત એટલે ગણધરાદિ શિષ્ય છે જેમને એવા અથવા સિદ્ધાર્થ એટલે નિકિતાર્થ જેમના સર્વ પ્રજન સમાપ્ત થયા છે એવા અથવા સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરીને સિદ્ધભગવાનનું સ્વરૂપ કાંઈક કહીશ. જેમણે પૂર્વે બાંધેલા આઠે કર્મો ક્ષય કર્યા હોય છે, તે સિદ્ધભગવાન કહેવાય છે.
संतपयपेरूवणया, दव्वपमाणं च खितँ फुसणा य ।
rો જ બતર તદ્દ, માવો શorg હાઇ . ૨ | અર્થ–૧ સત્ પદની પરૂપણ દ્વાર.
૨ દ્રવ્યપ્રમાણ દ્વાર. (કેટલી સંખ્યા મેક્ષમાં છે તે.) ૩ ક્ષેત્રદ્વાર (ક્યા ક્ષેત્રમાંથી સિદ્ધ થાય .) ૪ સ્પર્શના દ્વાર (સિદ્ધના જીને સ્પર્શના કેટલી હોય તે.) ૫ કાળદ્વાર (સિદ્ધના જીવની સ્થિતિને સાદિ અનંતાદિ કાળ કહે છે.)