________________
વિચારપંચાશિકા
૧૦૧ શી રીતે? અઢીદ્વીપમાં જે દ્રવ્યના પર્યાય છે, તે એક એક પર્યાયમાં વર્તમાન સમય વર્તે છે. એ રીતે વર્તમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય એટલે છે, પરંતુ સર્વલોકમાં રહેલા દ્રવ્યના પર્યાયમાં પણ તે સમય વર્તતે હેવાથી તેના કરતાં પણ તે સમયે અનંતગુણ છે.
સમય કરતાં દ્રવ્ય વિશેષાધિક છે. કેવી રીતે ?
સર્વ સમયે ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્ય, જીવ, પુદંગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે સમયમાં ભેળવીએ, તે તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રવ્ય વિશેષાધિક જ થાય છે.
દ્રવ્ય કરતાં પ્રદેશ અનંતગુણ છે. શી રીતે?
અદ્ધા-સમય, દ્રવ્ય કરતાં આકાશપ્રદેશ લેકાલેકના મળીને અનંતગુણ છે. તેથી પ્રદેશ અનંતગુણ છે.
પ્રદેશે કરતાં પર્યાય અનંતગુણ છે. કારણ કે એક એક આકાશપ્રદેશમાં અનંતા અગુરુલઘુ પર્યાયે રહેલા છે.
(આ છઠ્ઠો વિચાર બહુ વિસ્તારથી સમજવા જેવું છે.) અમદેશી અને સંપ્રદેશી પુગલના સ્વરૂપને વિચાર –
दव्वे खित्त काले, भावे अपएसपुग्गला चउहा ।
सपएसा वि य चउहा, अप्पबहुत्तं च एएसि ॥ ४५ ॥ અર્થ -અપ્રદેશી પુદ્દગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ ચાર પ્રકારે છે. સપ્રદેશી પુદ્ગલે પણ એ જ પ્રમાણે ચાર પ્રકારના છે. તેઓનું અ૫બહુત્વ હવે કહે છે. (૧) અપ્રદેશનું સ્વરૂપ –
दव्वेणं परमाणू , खित्तेणेगप्पएससमोगाढा ।
कालेणेगसमइया, भावेणेगगुणवण्णाई ॥ ४६ ॥ અર્થ -દ્રવ્યથી પરમાણુ, ક્ષેત્રથી એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા, કાળથી એક સમય સ્થિર રહેનાર અને ભાવથી એક ગુણવર્ણાદિવાળા અપ્રદેશી પુદ્ગલે જાણવા. - ભાવાર્થ –(૧) જે પરમાણુઓ પરસ્પર મળેલા ન હોય, તે દ્રવ્યથી અપ્રદેશી પુદ્ગલ જાણવા. - (૨) પરમાણુઓ એક એક આકાશપ્રદેશને અવગાહીને રહેલા પિતાપિતાના ક્ષેત્રને છોડે નહીં, તે ક્ષેત્રથી અપ્રદેશી પુદ્ગલે જાણવા. | (૩) જ્યારે જ્યારે પોતપોતાના ક્ષેત્રને છોડીને પરમાણુઓ બીજા બીજા ક્ષેત્રમાં ગતિ કરે છે તેમાંના જે જે સ્થાને એક એક સમય સુધી સ્થિર રહે ત્યારે કાળથી અપ્રદેશી પુદગલે જાણવા.