________________
વિચારપંચાશિકા
અર્થ:-દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાશ્મણ એ પાંચ શરીર કહ્યાં છે. એ પાંચ શરીરના નવ ભેદો હું કહીશ.
ભાવાર્થ-નવ ભેદે આ પ્રમાણે
(૧) કારણ (૨) પ્રદેશસંખ્યા (૩) સ્વામી . (૪) વિષય (૫) પ્રયોજન
(૬) પ્રમાણ (૭) અવગાહના (૮) સ્થિતિ
(૯) અ૫બહુવ (૧) શરીરનું કારણ
बायरपुग्गलबद्धं, ओरालिय उथारमागमे भणियं ।
सुहुमसुहुमेण तत्तो, पुग्गलबंधेण भणियाणि ॥ ३ ॥ અર્થ–ઔદારિક શરીર બાદર સ્થલ પુદગલોથી બનેલું છે તે ઉદાર એટલે પ્રધાન છે. આગમમાં ઔદારિક શબ્દનો અર્થ ઉદાર કહેલ છે. તે દારિકથી ઉત્તરોત્તર સૂક્ષમ સૂમ પુદગલના સ્કંધ દ્વારા બનેલા બીજા શરીર કહેલા છે.
ભાવાર્થ–બાદર પુદગલે એટલે સ્થૂલ પુલની ઉપચય પામેલ ઔદારિક શરીર છે. તે ઉદાર-પ્રધાન છે. તેની પ્રધાનતા સંબંધી આવશ્યકસૂત્રમાં કહ્યું છે કે
જિનેશ્વરના રૂપથી ગણધરનું રૂપ અનંતગુણહીન હોય છે, ગણધરના રૂપથી આહારક શરીર અનંતગુણહીન, તેનાથી અનંતગુણહીન અનુત્તરવિમાનવાસી દેવતાનું રૂપ છે, તેનાથી ગ્રેવૈયકવાસી, અશ્રુત, આનત, સહસ્ત્રાર, શુક્ર, લાંતક, બ્રહ્મ, માહેદ્ર, સનકુમાર, ઈશાન, સૈધર્મ, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવનું રૂપ અનુક્રમે અનંતગુણહીન છે. તેનાથી ચક્રવર્તી, વાસુદેવ, બલરામ, મંડલિકરાજાનું રૂપ અનંતગુણહીન છે, ત્યારપછીના બીજા રાજાઓ અને સર્વે મનુષ્યનું રૂપ છે સ્થાનગત હોય છે.
તે છ સ્થાન આ પ્રમાણે -
(૧) અનંતભાગહીન, (૨) અસંખ્યાતભાગહીન, (૩) સંખ્યાતભાગહીન, (૪) સંખ્યાતગુણહીન, (૫) અસંખ્યાતગુણહીન, (૬) અનંતગુણહીન. ઔદારિક શરીરથી વૈકિય શરીર સૂક્ષ્મ પુદગલનું બનેલું છે. તેનાથી આહારક શરીર સૂમ પુદગલનું બનેલું છે, તેનાથી તેજસ અને તૈજસથી સૂમ પુગલેનું કાર્મણશરીર બનેલું છે. (૨) પાંચે શરીરના પ્રદેશની સંખ્યા :
ओरालिए अनंता, तत्तो दोसु असंखगुणियाओ। तत्तो दोसु अणंता, पएससंखा सुए भणिया ॥ ४ ॥