________________
વિચારપંચાશિકા
જીવ અનાદિકાળથી ભવભ્રમણ કરે છે તે ભવભ્રમણ કેવી રીતે થાય છે અને કેવા થાય છે તે બતાવવાપૂર્વક મહાપુરુષો આપણને હવે આવા ભવભ્રમણોથી બચવા મુકઉપદેશ આપે છે. આ વિચાર પંચાશિકાનાં પ૦ શ્લોકોમાં નવ પદાર્થોને દારિક આદિ પાંચ શરીરમાં સમજાવ્યા છે. ત્યારપછી ગર્ભ જ મનુષ્યની ગતિ-આગતિ, પુદ્ગલી અને અપુદ્ગલી સંમ૭િમ મનુષ્યની ગતિઆગતિ, પર્યાપ્તિ, અલ્પબહુર્વ, અપ્રદેશી અને સંપ્રદેશી પુગલના સ્વરૂપને કડજુમ્મા વિગેરેનું સ્વરૂપ સાથે સાથે પૃથ્વી આદિના પરિણામને વિચાર જણાવવાપૂર્વક દ્રવ્યાનુયોગના વિષયમાં આગમોને સાર જણાવીને મહાન ઉપકાર કરેલ છે.
वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं ।
जिणसमयसमुदाओ, विचारपंचासियं वुच्छं ॥ १ ॥ અર્થ–સુર, અસુર અને મનુષ્યરૂપી ભ્રમરેએ સેવન કરેલા શ્રી મહાવીર સ્વામીના ચરણકમળને નમસ્કાર કરીને જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરીને વિચારપંચાશિકાને હું કહું છું.
ભાવાર્થ આ વિચારપંચાશિકા નામના પ્રકરણમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે.
(૧) શરીર સંબંધી વિચાર. (૨) ગર્ભજ મનુષ્યની ગતિ–આગતિ વિચાર, (૩) અપુદ્ગલી તથા પુગલને વિચાર! (૪) સંમૂરિછમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર.. (૫) પર્યાપ્તિને વિચાર. (૬) જીવાદિનું અ૫બહુવ. (૭) પ્રદેશપુદ્દગલ તથા અપ્રદેશપુગલને વિચાર. (૮) કાજુમ્મા વિગેરેને વિચાર.
(૯) પૃથ્વી આદિનું પરિમાણ. શરીરનું સ્વરૂપ -
ओरालिय वेउन्विय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥ २ ॥