________________
કાયસ્થિતિ
વળી આ દોઢ ગાથામાં કહેલ સર્વે પૃથ્વીકાયાદિ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે જ ભવ કરે છે.
मिह सनियरतिरिनरा, विगलभुवाइसु अ नरतिरिसु एए।
अट्ट भवा चउभंगे, दुह पवणग्गिसु नरी दुभवा ॥ २२ ॥ - અથ:-યુગલિકને વજીને સંજ્ઞી, અસંજ્ઞા તિર્યંચે તથા મનુષ્ય ચારે ભાંગે અંદરઅંદર ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તથા તે જ જીવો વિકલૈંદ્રિય અને પૃથ્વીકાયાદિમાં એકાંતર ઉત્પન્ન થાય તે ચારે ભાગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે તથા વિકસેંદ્રિય અને પૃથિવ્યાદિ સંશી અસંજ્ઞી મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય તે ચારે ભાંગે ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. તથા મનુષ્ય વાયુકાય અને તેઉકાયમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, કેમકે વાયુકાય અને તેઉકાયમાંથી આવેલે જીવ મનુષ્ય થતું જ નથી.
परतन्भवाउ माणा, इह पहु ! संवेहओ ऽणुबंधठिई । . વિશ્વત્તિય વિશ્વવિરમ, રામમિ કહન્જોસ મા | ૨૩ |
અથ:-હે પ્રભુ! પરભવ અને તે ભવના આયુષ્યકાળમાનને આશ્રયીને આ સંસા૨માં આ પ્રમાણે સંવેધથી થતા અનુબંધની સ્થિતિ છે. તે સર્વને જઘન્ય અને ઉત્કૃષ્ટના કમથી ચારે ભાંગે જણાવવા માટે હું કેવી રીતે શક્તિમાન બનું? અર્થાત્ ન બનું. | ભાવાર્થ-સંવેધ -વિવક્ષિત ભવથી બીજા વિવક્ષિત ભવમાં વારંવાર પરાવતે કરીને સંભવ પ્રમાણે ઉત્પન્ન થવું તે સવેધથી જે અનુબંધ અને તે અનુબંધની સ્થિતિ આ પ્રમાણે -
- જેમ કેડ પૂર્વના આયુષ્યવાળો કોઈ મનુષ્ય રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળે નારકી થાય છે તેના આયુષ્યકાળની અનુબંધસ્થિતિ ઉત્કૃષ્ટથી ચાર સાગરોપમ અને ચાર ઝેડ પૂર્વની હોય છે. જઘન્યથી એક કોડ પૂર્વ અને દશ હજાર વર્ષની હોય છે.
इय कायठिई भमिओ, सामि, तुह दंसणं विणा बहुसो ।
दिट्ठोसि संपयं ता, अकायपयसंपय देसु ॥ २४ ॥ અર્થ -હે સ્વામી! આ પ્રમાણે હું તમારા દર્શન વિના ઘણી વાર કાયસ્થિતિમાં ભમ્ય છું. હમણાં મને તમારું દર્શન થયું છે. તેથી કાય રહિત એટલે સિદ્ધના પદની સંપદા મને આપો. ' ભાવાર્થ-આ રીતે ભવભ્રમણથી ઉદ્વિગ્ન જીવને પ્રભુનું દર્શન પ્રાપ્ત થાય. અહીં દર્શન એટલે ભગવબિંબ વિગેરેનું દર્શન અને સમ્યગદર્શન બંને અર્થ કરી શકાય તેના દ્વારા જીવ ભવભ્રમણથી અટકી મુક્તિ સુખને પામે છે.