________________
પ્રકરણ રત્નાવલી ભાવાર્થ –ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મ તથા ઈશાન દેવલેકના દે પૃથ્વી, જલ અને પ્રત્યેક વનસ્પતિકાયમાં જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે તેનું કારણ
પૃથિવ્યાદિમાંથી નીકળીને તેઓને ભવનપત્યાદિમાં ઉત્પત્તિનો અભાવ છે.
સંસી, અસંજ્ઞી તિર્યંચે તથા સંજ્ઞી મનુષ્યો યુગલિક તિર્યંચ અને મનુષ્યમાં બે ભવ કરે તેનું કારણ -
સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ યુગલિક મનુષ્યમાં તથા યુગલિક તિર્યંચમાં તેમજ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યમાં ઉત્પત્તિને આશ્રયીને બે ભવ જ કરે છે, કેમકે યુગલિકને ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે.
भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई ।
पूरंति असंखभवे, वणा वणेसु अ अणंतभवे ॥ २० ॥ અર્થ -પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને તેઉકાય અન્યાન્યમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે. વનસ્પતિકાય પૃથિવ્યાદિ ચાર કાયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે અને પૃથિવ્યાદિ ચાર કાયવાળા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ભવ કરે છે અને વનસ્પતિકાય વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટથી અનંતાભવ કરે છે.
पण पुढवाइसु विगला, विगलेसु भुवाइ विगलसंखभवे ।
गुरु आउ तिभंगे पुण, भवट्ठ सव्वत्थ दुजहन्ना ॥ २१ ॥ અર્થ-વિમલેંદ્રિય પૃથિવ્યાદિ પાંચમા સંખ્યાતા ભવ કરે છે. પૃથિવ્યાદિ પાંચે અને વિકલૅટ્રિયે વિકલૅટ્રિમાં સંખ્યાતા ભવ કરે છે. તથા ગાથા નંબર તેરમા કહેલા ચાર ભાંગામાં ઉત્કૃષ્ટ-આયુષ્યવાળા પહેલા ત્રણ ભાંગામાં એટલે ત્રણ ભાંગાની અપેક્ષાએ યથાસંભવ ઉત્પન્ન થતા ઉપરની દેઢ ગાથામાં કહેલા પૃથિવ્યાદિ સર્વેજી ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને ઉપરોક્ત સર્વે પૃથ્વીકાયાદિ જીવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા ત્રણ ભાંગે જઘન્યથી બે ભવ કરે છે.
ભાવાર્થ-જેમકે કોઈ ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાયિક જીવ, ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાય વિગેરેમાં ઉત્પન્ન થાય, ત્યાંથી પાછા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને પાછો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયમાં ઉત્પન્ન થાય, એ રીતે એકતર ભવ કરતાં ચાર જ વાર ઉત્પન્ન થાય છે. એટલે બંને મળી આઠ ભવ કરે છે. તથા ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાયિક જઘન્ય આયુષ્યવાળા અપકાયમાં એ જ પ્રમાણે ચાર વાર ઉત્પન્ન થાય છે. તથા જઘન્ય આયુષ્યવાળે પૃથ્વીકાયિક ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અપકાયમાં એ જ પ્રમાણે આઠ ભવ કરે છે. એ જ પ્રમાણે સર્વે તેઉકાયાદિને માટે પણ જાણવું.