SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ રત્નાવલી સાતમી નરક પૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ – તમસ્તમા નામની સાતમી નરક પૃથ્વીમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે. दुह जुगलितिरिमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे । रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पज्जतिरिओ ॥ १६ ॥ અર્થ–યુગલિક તિર્યંચ અને મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને પહેલા બે કલ્પોમાં ઉત્કૃષ્ટથી અને જધન્યથી બે જ ભવ કરે છે. રત્નપ્રભાનરમાં અને ભવન પતિ તથા વ્યંતરમાં પર્યાપ્ત અસંશી તિર્યંચ ઉત્પન્ન થાય, તે પણ જેઘન્ય અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે, કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિર્યંચ થતા નથી. ભાવાર્થ-યુગલિકે ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને પહેલા બે કમાં ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી તથા જઘન્યથી બે જ ભવ કરે છે. પર્યાપ્ત અસંજ્ઞી તિર્યચ, રતનપ્રભા નરકમાં, ભવનપતિ તથા વ્યંતરમાં ઉત્પન્ન થાય છે તે પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી બે ભવ જ કરે છે. पज्जसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया । अड भव सत्तमनिरया, तिरिए छ भव. चंउ पुन्नाऊ ॥ १७ ॥ અર્થ:-પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં એકાંતરે ઉત્પન્ન થતા ભવનપતિ, વ્યંતર, તિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના દેવ અને છ પૃથ્વીના નારકીઓ ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે તથા જઘન્ય આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકીઓ પર્યાપ્ત સંસી તિર્યંચમાં એકાંતરે છ ભવ કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકે પિતાના ભવથી આરંભીને ચાર ભવ જ પર્યાપ્ત સંજ્ઞાતિર્યંચમાં એકાંતરે કરે છે, તેથી અધિક ભવ કરે નહીં. ભાવાર્થ -પર્યાપ્ત સંશોતિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટા આઠ ભવ આ પ્રમાણે - જેમ કેઈ ઉપરોક્ત ભવન પત્યાદિમાંથી ચ્યવીને એકાંતરે ચાર વાર પર્યાપ્ત સંસી મનુષ્ય થાય છે. એ રીતે આઠ ભવ કર્યા પછી તે ભવનપત્યાદિમાં ઉત્પન્ન થતા નથી. એ જ પ્રમાણે તિર્યંચમાં પણ સમજવું. પર્યાપ્ત સંસી તિર્યંચમાં સાતમી નરકનાં જઘન્ય આયુષ્યવાળા છે, એકાંતરે છ ભવ, આ પ્રમાણે - એકાંતરે પર્યાપ્ત સંસી તિર્યંચમાં ઉત્પન્ન થતા સાતમી પૃથ્વીના નારકીને એથી વાર સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થવાનો અસંભવ છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy