________________
કાયસ્થિતિ .
ત્યાંથી મરીને તેને સાતમી પૃથ્વીમાં જવાને અસંભવ છે તેથી સાત જ ભ થાય છે. સાતમી નરકમાં એકાંતર ઉત્પન્ન થતા તિર્યંચને સમગ્ર કાળ છાસઠ સાગરોપમ અને
ચાર કરોડ પૂર્વ જેટલું છે. પૂર્ણ આયુષ્ય પાંચ ભવઃ
, તિર્યંચ છવ તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સાતમી પૃથ્વીના નારકીઓમાં પૂર્ણ આયુષ્ય ઉત્પન્ન થાય તો તે ઉત્કૃષ્ટથી બે વાર નારકીમાં અને ત્રણ વાર તિર્યચમાં ઉત્પન્ન થાય એમ પાંચ ભવ કરે છે. જઘન્ય ત્રણ ભવ –'
એક ભવ નરકમાં અને બે ભવ તિર્યંચમાં એમ ત્રણ ભવ જ થાય છે. મનુષ્યને જઘન્ય અને ઉત્કૃષ્ટથી બે જ ભવ:
મનુષ્યને સાતમી નરકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ બે જ ભવ થાય છે, કેમકે સાતમી પૃથ્વીમાંથી નીકળીને તે અવશ્ય તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્ય થતું નથી.
. गेविजाण य चउगे, सग पणणूतरचउक्कि ति जहन्न । - पजनरो ति सवढे, दुहा दुभव तमतमाइ पुणो ॥ १५ ॥
અર્થ–પર્યાપ્ત સંસી મનુષ્ય શૈવેયકમાં અને આનતાદિ ચાર દેવલોકમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી સાત ભવ કરે છે. તથા ચાર અનુત્તર વિમાનમાં એકાંતર ગમન કરે તે ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે. જઘન્યથી ત્રણ ભવ કરે છે તથા સર્વાર્થસિદ્ધમાં મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ જ કરે છે તથા તમસ્તમા નામની સાતમી નરકપૃથ્વીમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે.
ભાવાર્થ –મનુષ્યના શ્રેયકમાં અને આનતાદિમાં સાત ભવ આ પ્રમાણે :
જેમ કેઈ મનુષ્ય આનતાદિમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચ્યવીને મનુષ્ય થયે, ફરી આનતાદિમાં ગયે, એ રીતે ત્રણવાર દેવલોકમાં અને ચાર વાર મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ચાર અનુત્તર વિમાનમાં પાંચ ભવ આ પ્રમાણે -
તેમાં પહેલે, મધ્ય અને છેલ્લે એમ ત્રણ ભવ મનુષ્યના, વચ્ચે બે ભવ વિજયાદિના એમ પાંચ ભવ કરે છે. જઘન્યથી ત્રણ ભવ આ પ્રમાણે - | નવ વૈવેયક, ચાર કલ્પ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. (ચાર ક૯૫૪-૮-૯-૧૦-૧૧ મા દેવલોકમાં) સર્વાર્થસિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ભવઃ
કેમકે સર્વાર્થસિદ્ધમાંથી આવેલ મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે.