________________
પ્રકરણ રત્નાવલી અથ–પરભવ અને વિવક્ષિતભવના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ચાર ભાંગા થાય છે. તે ચારે ભાગે વિચારતાં સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચ પહેલી જ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભવ ભ્રમણ કરે છે.
ભાવાર્થ-ચતુર્ભગી આ પ્રમાણે - ૧ આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય. ૨ આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય. ૩ આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૪ આ ભવનું જધન્ય અને પરભવનું પણ જઘન્ય.
સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ પહેલી છ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આંઠ ભવ સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કેઈ સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી નરક સિવાય પ્રથમની છ માં કોઈ એક નરકમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી નીકળીને પાછો મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાંથી ફરીને નરકમાં જાય. એ પ્રમાણે એકાંતર આઠ ભવ કરે છે. પછી નવમે ભવે તે અવશ્ય બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. (જઘન્યથી તે બે જ ભવ કરે છે.)
માનવાનો વિ શ ચરમવES ૬ વત્રા..
સ સરમી તિળિો, પણ પુનામુ ય તિ | ૪ | અર્થ—ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા સૌધર્માદિક આઠ દેવલોકમાં એકાંતર ભવભ્રમણ કરતા મનુષ્ય અને તિર્યંચે ઉત્કૃષ્ટથી આઠ ભવ કરે છે અને જઘન્ય બે ભવ કરે છે. સાતમી નરકમાં એકાંતરે ભવભ્રમણ કરતા તિર્યંચે ઉત્કૃષ્ટથી, સાત ભવ કરે છે. પૂર્ણ આયુષ્ય પાંચ ભવ કરે છે અને જઘન્ય ત્રણ ભવ કરે છે. મનુષ્યને સાતમી નરકમાં બે જ ભવ થાય છે. | ભાવાર્થ-સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સાત ભવ આ પ્રમાણે - (૧) જેમ કેઈક્રેડપૂર્વના આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચ. (૨) સાતમી નરકમાં જઘન્ય આયુષ્યપણે ઉત્પન્ન થાય, (૩) ત્યાંથી નીકળીને તિર્યંચમાં આવે, (૪) ત્યાંથી ફરીને સાતમી નરકમાં જાય, (૫) ત્યાંથી ફરી તિર્યંચમાં આવે, (૬) ત્યાંથી ફરીને સાતમીમાં જાય, (૭) ત્યાંથી પાછો તિર્યંચમાં ઉત્પન્ન થાય,