________________
કાયસ્થિતિ
ભાવાર્થ- ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્કૃષ્ટથી ત્રણ પપમ અને સાત કરોડ પૂર્વની કાયસ્થિતિ જાણવી. તે આ રીતે કરેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચંદ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચેંદ્રિય તિર્યંચમાં ફરી ફરીને ઉત્પન્ન થાય, તે ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય અને જે આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય, તે અવશ્ય અસંખ્યાતા વર્ષને આયુષ્યવાળા યુગલિક તિર્યંચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળામાં ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે. તેથી ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણ યોગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવું.
તથા સ્ત્રીવેદમાં ઉત્કૃષ્ટથી એકસે દશ પાપમ અને બેથી નવકરોડ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે – કેઈ જીવ કોડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણુમાં ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઈશાન દેવલોકમાં પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગ્રહીતા દેવીમાં ઉત્પન્ન થાય, પછી ત્યાંથી ચ્યવને ફરીથી કેડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીમાં અથવા તિર્યંચની સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી પાછા ઈશાન દેવલોકમાં પ્રથમની જેમ પંચાવન પલ્યોપમના આયુષ્યમાં ઉત્પન્ન થાય. તે ત્યાંથી ઍવીને પછી અવશ્ય બીજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણ બરાબર છે.
इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु ।
अपजे उकोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥ અર્થ – સ્ત્રીવેદ તથા નપુંસકવેદમાં જઘન્ય કાયસ્થિતિ એક સમયની છે. તે સિવાયના દેવ અને નારકીને વજીને શેષ મનુષ્ય તથા તિર્યંચની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે તથા પર્યાપ્ત સૂમિમાં અને બાદર નિગોદમાં પણ અંતમુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ભવસંવેધ –
विन्नता कायठिई, कालओ नाह ! जह भमिय पुव्वा ।
भवसंवेहेणिन्हिं तु, विन्नविस्सामि सामिपुरो ॥१२ ।। અર્થ:- હે નાથ! જે રીતે પૂર્વે ભમે તે રીતે કાળને આશ્રયીને મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી હવે સ્વામીની પાસે ભવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય તે હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ.
परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ । નથઇને વોલ, ફાં મારું કમરે શરૂ