________________
(૩) સ્થાનાંગસૂત્ર :
સ્થાનાંગસૂત્રમાં એક-એક પદાર્થના નિરૂપણથી લઈને દશ-દશ પદાર્થોનું વર્ણન કરેલ છે. સૂ. ૧૯૮માં ભૂકંપના ત્રણ કારણો બતાવ્યાં છે. સૂ. ૮૮માં ભરતક્ષેત્રની ગંગા અને સિંધુ એ મહાનદીઓનો ઉલ્લેખ છે. સૂત્ર ૭૧૮માં ભરતક્ષેત્રની ૧૦ રાજધાનીઓ બતાવી છે. સૂ. ૧૭૬માં અતિવૃષ્ટિને અલ્પવૃષ્ટિનાં ત્રણ-ત્રણ કારણો બતાવ્યાં છે. આ રીતે આ અંગસૂત્રમાં અનેક વિષયનો પરિચય પ્રાપ્ત થાય છે. (૪) સમવાયાંગસૂત્ર :
સમવાયાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીની ઘટનાઓ બતાવી છે. આ સૂત્રમાં દશથી આગળની સંખ્યાવાળી વસ્તુઓનું નિરૂપણ છે. આ સૂત્ર ૧૮માં લેખન પદ્ધતિના ૧૮ પ્રકારો બતાવેલ છે. આ રીતે આ અંગમાં અનેક વિષયોનો પરિચય પ્રાપ્ત થાય છે. (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ - : બીજા અંગોની અપેક્ષાએ ખૂબ જ વિશાળ હોવાથી તેનું બીજું નામ ભગવતી પણ પ્રસિદ્ધ છે. વિદ્યમાન વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ૧૫૦૦ શ્લોક છે. તેના કુલ ૪૧ શતક છે.
પ્રથમ શતકમાં રોહા અણગારના પ્રશ્નો પૂછેલા છે. બીજા શતકમાં શ્વાસોશ્વાસ સંબંધી પ્રશ્નો છે. છઠ્ઠા શતકમાં કેવલીની બે પ્રકારની ભાષા વિશે વિવેચન છે. સાતમા અને આઠમા શતકમાં સર્વ આત્માઓની સમાનતા બતાવી છે. નવમા શતકમાં જમાલીનું પૂર્ણ ચરિત્ર વર્ણવેલું છે. ૧૧મા શતકમાં હસ્તિનાપુરના રાજા શિવનું વર્ણન છે. પંદરમાં શતકમાં મંખલિપુત્ર ગોશાલકનું વિસ્તૃત વર્ણન છે. ૧૬મા શતકમાં સ્વપ્ર સંબંધી ચર્ચા છે. ૧૭મા શતકમાં રાજા કોણિક અને મુખ્ય હાથીના વિષયમાં ચર્ચા છે. ૧૮મા શતકમાં કાર્તિકશેઠનું વર્ણન છે. ૧૯મા શતકમાં ૧૦ ઉદેશા છે. વશમાં શતકમાં દશ ઉશા છે. ૨૧, ૨૨ અને ૨૩માં શતકમાં વૃક્ષોના વિષયમાં ચર્ચા છે. ૨૪મા શતકમાં ગમાં દ્વારા સમસ્ત જીવોનો વિચાર કરવામાં આવેલ છે. ૨૫મા શતકમાં નિગ્રંથોના ૫ પ્રકારનું વર્ણન છે. ૨૬મા શતકમાં જીવોના વૃદ્ધત્વના વિષયમાં ચર્ચા કરી છે. ૨૭માં