________________
શતકમાં પાપકર્મના વિષયમાં ચર્ચા છે. ૨૮મા શતકમાં કર્મયોગનો પ્રારંભ અને અંતનો વિચાર છે. ૩૦મા શતકમાં ૩૬૩ પાંખડીના મતો બતાવ્યા છે. ૩૧માં શતકમાં અને ૩રમાં શતકમાં યુગ્યની ચર્ચા છે. ૩૩ અને ૩૪મા શતકમાં એકેન્દ્રિય જીવોના વિષયમાં ચર્ચા છે. ૩૫થી ૪૦મા શતકમાં એકેન્દ્રિયથી લઈને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના વિષયમાં કૃતયુગ્મની ચર્ચા છે. ૪૧માં શતકમાં યુગ્મની અપેક્ષાથી જીવોની વિવિધ પ્રવૃત્તિઓના વિષયમાં ચર્ચા છે. (૯) જ્ઞાતાધર્મ કથા :
જ્ઞાતાધર્મકથાના બે શ્રુતસ્કંધમાં પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનો છે. પ્રથમ અધ્યયનમાં તત્કાલિન સામાજિક પરિસ્થિતિનો બોધ થાય છે. બીજા અધ્યયનમાં કારાગૃહનું વર્ણન છે. ત્રીજામાં ઈંડા અને ચોથામાં કુર્મ નામના અધ્યયન મુમુક્ષુ માટે બોધદાયક છે. પાંચમા અધ્યયનમાં શૈલકમુનિની કથા છે. છઠ્ઠા અધ્યયનમાં તુંબની કથા શિક્ષાપ્રદ છે. સાતમા અધ્યયનમાં રોહિણીની કથા આવે છે. આઠમા અધ્યયનમાં ચોખા નામની પરિવ્રાજિકાનું વર્ણન છે. નવમા અધ્યયનમાં માકંદીની કથામાં નૌકાનું વિસ્તૃત વર્ણન છે. ૧૦ અને ૧૧મા અધ્યયનની કથાઓ ઉપદેશક છે. બારમાં અધ્યયનમાં ગંદા પાણીને સાફ કરવાની પદ્ધતિ બતાવી છે. તેરમા અધ્યયનમાં નંદમણિયારની કથા અને ૧૪મા અધ્યયનમાં તેતલી પ્રધાનની વાત બતાવેલ છે. પંદરમાં અધ્યયનનું નંદી ફળ નામ છે. ૧૬મા અધ્યયનમાં નાગેશ્રી બ્રાહ્મણીની કથા છે. ૧૭મા અધ્યયનમાં ત્રણ પ્રકારની સાકરની ચર્ચા કરી છે. ૧૮માં અધ્યયનમાં સુસુમાની કથાનું વર્ણન છે. (૭) ઉપાસક દશા :
આ અંગમાં ભગવાન મહાવીરના ૧૦ શ્રાવકોની કથાઓ છે. જેમાં ગૃહસ્થ ધર્મના સંબંધમાં વિશેષ પ્રકાશ પાડેલ છે. શ્રાવકને અવધિજ્ઞાન કેટલી મર્યાદા સુધી થઈ શકે છે. એ વિષયમાં આનંદ શ્રાવક અને ગૌત્તમ સ્વામીની ચર્ચા છે. (૮) અંતગડ દશા
અંતકૃત દશાના આઠ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ૧૦ અધ્યયન છે. બીજા વર્ગમાં