SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સૂત્રકૃતાંગસૂત્ર : : સૂત્રકૃતાંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. પ્રથમ “સમય” નામના અધ્યયનમાં સ્વસિદ્ધાંતના નિરૂપણની સાથે પરમતનું ખંડન કરવામાં આવેલ છે. બીજા વૈતાલિય” અધ્યયનમાં રાગદ્વેષના નાશનું વર્ણન કર્યું છે. ત્રીજા “ઉપસર્ગ પરિજ્ઞા” અધ્યયનમાં સાચો સાધક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને જીતી વીતરાગ બને છે તેનું વિવેચન છે. ચોથા “સ્ત્રી પરિજ્ઞા” અધ્યયનમાં સ્ત્રીને દોષોથી બચવાનું બતાવ્યું છે. પાંચમા ‘નરકવિભક્તિ' અધ્યયનમાં નરકની વેદનાઓની વાત બતાવી છે. છઠ્ઠા “વીરસ્તવ” અધ્યયનમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. સાતમા “કુશીલ વિષયક” અધ્યયનમાં કુશીલોના મતનું ખંડન કર્યું છે. આઠમા “વીર્ય વિષયક’ અધ્યયનમાં પંડિત વીર્યનું મહત્ત્વ રજૂ કર્યું છે. નવમા “ધર્મ” અધ્યયનમાં લોકોત્તર ધર્મનું નિરૂપણ કર્યું છે. દશમા “સમાધિ” અધ્યયનમાં ભાવસમાધિ ઉપર પ્રકાશ પાડ્યો છે. અગિયારમા “માર્ગ” અધ્યયનમાં આવ્યંતર માર્ગને મહાન બતાવ્યો છે. બારમા ‘સમવસરણ અધ્યયનમાં પાખંડીના મતોનું ખંડન કરીને કર્મનાશના ઉપાયો બતાવ્યા છે. તેરમા “યથાતથ્ય’અધ્યયનમાં વિનય અને અવિનય આદિની બાબતો વર્ણવી છે. ચૌદમા “અધ્યયનમાં” બાહ્ય અને આત્યંતર ગ્રંથિ દૂર કરવાની વાત બતાવી છે. પંદરમા અધ્યયનમાં સંયમી મનુષ્યની જીવન પદ્ધતિનું નિરૂપણ છે. સોળમા “ગાથા” અધ્યયનમાં ગદ્ય હોવા છતાં ગાઈ શકાય છે તેથી તેનું નામ ગાથા રાખવામાં આવ્યું છે. દ્વિતીય શ્રુતસ્કંધના સાત અધ્યયન છે. પ્રથમ “પુંડરિક” અધ્યયનમાં અનેક વાદીઓની ચર્ચા કરીને ત્યાગધર્મનો ઉપદેશ આપવામાં આવેલ છે. બીજા “ક્રિયાસ્થાન’ અધ્યયનમાં ધર્મ અને અધર્મ ક્રિયાસ્થાનો બતાવી ધર્મક્રિયા સ્થાને આચરણીય બતાવ્યું છે. ત્રીજા આહાર પરિજ્ઞા” અધ્યયનમાં સંયમપૂર્વક આહાર પ્રાપ્ત કરવા માટે ભાર આપવામાં આવેલ છે. ચોથા “પ્રત્યાખ્યાનક્રિયા' અધ્યયનમાં પ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ કરેલ છે. પાંચમાં અધ્યયનમાં અનાચારોનો ત્યાગ કરવા વિશે ઉપદેશ આપેલ છે છઠ્ઠા “આદ્રકીય' અધ્યયનમાં આદ્રકુમાર અને અન્ય ભિક્ષુઓની વચ્ચેના વાદની ચર્ચા કરેલ છે. સાતમાં “નાલંદીય” અધ્યયનમાં ઉદયપેઢાલપુત્ર અને ભ. મહાવીરના મુખ્ય ગણધર ગૌત્તમ સ્વામી વચ્ચેની ચર્ચા રજૂ કરી છે. ૪
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy