________________
એક અનોખું પ્રદાન.... મહાવીરાય નમઃ
પં. રાજુભાઈ એમ. શાહ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના અવિરત આરાધક બા. બ. પ. પૂ. નીતાબાઈ મહાસતીજી.. ભાવપૂર્વક વંદના-સુખશાતા સ્વીકારશોજી... અંતરના ઓરડેથી, ભાવોની ભીનાશથી, હૃદયની ઊર્મિથી, સદ્ભાવનાના સુમનોથી, આપનું સ્વાગત તથા અભિનંદન કરું છું... “અમ અંતરના હૃદય ભવનમાં, આપ પગલે આંદોલન આવ્યા તિમિર ભર્યા અમ મનમંદિરમાં, “દિવ્ય તેજ”ના પુંજ ભરાયા..
અહો, વંદનીય, પૂજનીય, અર્ચનીય મહાસતીજી. આપના પીએચ.ડી.ના અભ્યાસનું કાર્ય દેવ-ગુરુ-ધર્મની અસિમ કૃપાથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થયું. તે સમાચાર મળ્યા. ખૂબ આનંદ થયો.
આપના પરિશ્રમ, ઉત્સાહ, ધગશ, તાલાવેલીથી આજે સારાયે જૈન સમાજને સંશોધનક્ષેત્રે એક શોધપૂર્ણ નિબંધ “ચોવીશ દંડક”ની પ્રાપ્તિ થઈ. મહેરામણના મરજીવા બની આપે તિર્થંકરભગવંતો, શ્રતધરો અને પૂર્વાચાર્યોએ આપેલ શ્રુતજ્ઞાનના દરિયામાંથી આ એક મહત્ત્વપૂર્ણ નિબંધરૂપ મોતીને આપ લઈ આવ્યા છો. અભ્યાસ કરતા કરતા સમાજને આપે એક આગવું અને વિશિષ્ટ ચિરંજીવી પ્રદાન કરી દીધું. - જ્ઞાનની સાથે સાથે આપના જીવનમાં નમ્રતા, વિનય, ઋજુતા સરળતા, સહજતા ગુણો પણ આજે વૃદ્ધિ પામેલા અમે જોઈ શકીએ છીએ. સાધના... આરાધનામાં પણ આપ ખૂબ આગળ છો.
કેટલાય વર્ષોથી વર્ષિતપની આરાધના” “કલાકો સુધીનું મૌન” વર્ષો વરસથી ચાલ્યો આવતો નવો નવો જ્ઞાનાભ્યાસ”
સાથે સાથે અભ્યભાષી, મૃદુભાષી, સાદાઈ, સુવિશુદ્ધ સંયમ, સર્વ પ્રત્યેની સમર્પણતા, શાસન પ્રત્યેનો અવિહડ રાગ, ગુરુવર્યો પ્રત્યે અહર્નિશ બહુમાન, આજ્ઞાનું આરાધન અને સેવાની તત્પરતા આ બધું જોતા મસ્તક આજે ભાવથી ઝૂકી જાય છે.