________________
“મેં જોયાં અને જાણ્યાં એવાં પ. પૂ. નીતાબાઈ
મહાસતીજી”
શિક્ષણ, ધર્મ અને જિર્ણોદ્ધારની ઉત્કટતા એજ જેમનું જીવન છે એવાં સાત્ત્વિક તેજથી પ્રભાવિત, સૌમ્યમૂર્તિ, પ્રાતઃસ્મરણીય બા. બ. તપસ્વિની પ. પૂ. નીતાબાઈ મહાસતીજીને હૃદયના ઉત્કટ ભાવ અને નમ્રતાથી પર્વતોની હારમાળાને આંબતી એમની સર્વોચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવું છું. અને કરોડોમાં એક એવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભક્તિભાવપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. '
પ. પૂ. મહાસતીજીએ તેમના પીએચ.ડી.ના પુનિત-પવિત્ર કાર્યમાં મને સહયોગી બનવાની અમૂલ્ય તક આપી તે માટે પ. પૂ. નીતાબાઈ મહાસતીજીનો જિંદગીભર ઋણી રહીશ.
જૈન અને જૈનેતર ધર્મીઓની, જૈન ધર્માત્માઓની અને શ્રાવક-શ્રાવિકાઓની છાતી ગજ ગજ ફૂલે એવી અમૂલ્ય, અદ્વિતીય અને સેવા તપના અર્થ સમી સિદ્ધિ મેળવવા માટે પ. પૂ. મહાસતીજીને અનેકાનેક અભિનંદન પાઠવું છું. - શતમ્ જીવો શરદ: કહેતાં તેમના આત્માને “સર્વોચ્ચ પદ પ્રાપ્ત થાય તેવી સફળતા મેળવે તેવા આશીર્વાદ પણ આપું છું.
- પ. પૂ. મહાસતીજીને આશીર્વાદ આપીને જ મારે ધન્યતા અનુભવવાની છે.... એ સાથે એવી ભાવના સેવવાની છેકે એઓશ્રી સ્વાથ્યપૂર્ણ સુદીર્ઘ જીવન જીવતાં જીવતાં... આધ્યાત્મિક અને ઉર્ધ્વગામી ધાર્મિક પ્રવૃત્તિઓ કરે... કઠીન જૈન સાહિત્યમાં સંશોધન-પ્રકાશન કરવા શક્તિમાન રહે... મહાવીર પ્રભુ એમને શતાયુ બક્ષે એવી ભક્તિભાવ પૂર્વક પ્રાર્થના કરું છું. - અંતે... સાચા જીવન સાફલ્યના આ ધાર્મિક પ્રવૃત્તિમાં મને નિમિત્ત બનાવ્યો તે માટે મારા મિત્ર અને હિતેચ્છુ પ્રો. રોહિતભાઈ ગાંધીનો ઋણ સ્વીકાર કરું છું.
પ્રો. મેરુભાઈ એમ. ઝિઝુવાડિયા
નિવૃત્ત અધ્યાપક એચ. કે. આર્ટ્સ કોલેજ,
અમદાવાદ,
૩૭