________________
કચ્છ આઠકોટિ મોટી પક્ષના પ. પૂ. નીતાબાઈ મ.સ.
કચ્છના વિચરણ દરમ્યાન દર્શનાર્થે જવાનું થયું ત્યારે મારાથી સ્વાભાવિક એક ટકોર થઈ ગઈ કે પૂ. સતીજી આપ અભ્યાસમાં આટલા તેજસ્વી છો તો પીએચ.ડી. કરોને ?
મારી આ સામાન્ય ટકોરને તેઓશ્રીને વધાવી લીધી. પૂજ્યશ્રીએ અભ્યાસમાં એકાગ્રતા વધારી દીધી અને એક પછી એક સફળતાના ઉચ્ચતર સોપાનો સર કરતાં કરતાં આજે તેઓશ્રી પીએચ.ડી. ડિગ્રીના ધારક બન્યા, એ મારા માટે ઘણા જ આનંદ અને ગૌરવની ઘટના છે.
પૂ. સતીજીએ “ચોવીશ દંડક એક અધ્યયન” એ વિષય પર ડૉ. જીતુભાઈ શાહના માર્ગદર્શન નીચે મહાશોધ નિબંધ તૈયાર કર્યો અને તેને જૈનભારતી વિશ્વ વિદ્યાલય-લાડનૂ (રાજસ્થાન) દ્વારા માન્ય રાખીને પૂજ્યશ્રીને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરેલ છે એ અમારા સૌને માટે ગૌરવપ્રદ છે.
- પૂ. સતીજીએ આ ભગીરથ કાર્ય, સાધુ જીવનના આચારોના ચુસ્ત પાલન કરીને નિર્વિને પાર પાડીને પોતાના નામની સાથ જૈન શાસન, સંપ્રદાય, સંઘ તેમજ ગુરુ-ગોરાણીના નામને પણ દિપાવ્યું છે; જેની નોંધ લેતાં અમો સૌ આનંદની લાગણી અનુભવીએ છીએ.
આ મહાશોધ નિબંધના માધ્યમ દ્વારા પૂ. સતીજીના જીવનમાં નવી દિશા-જ્ઞાનનો ઉઘાડ થાય તેમજ શાસન સમાજને કાંઈક નવું પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના. .
અને છેલ્લે વળી પાછી બીજી ટકોર... પૂ. સતીજી આ આપના જ્ઞાનયજ્ઞનો અંત નથી પરંતુ શરૂઆત છે આ બાબતને લક્ષ્યમાં રાખીને જૈન શાસનને નૂતન દિશા ચીંધશો. એજ શુભ મંગલ ભાવના સહ,
- પ્રો. રોહિત ગાંધી.
૩૬