________________
વંદન.....અભિનંદન
પરમ આદરણીય અને પરમ પૂજ્ય ડૉ. નીતાબાઈ સ્વામી,
ધરતીકંપ પછી કચ્છથી અમદાવાદ બાજુ વિહાર કરવાની, ચોમાસા અંગેની અનુમતિ પ.પૂ. કુશળ કાર્યવાહક મુનિ શ્રી રમેશચંદ્રજી મ.સા. એ આપી અને ત્યારથી એટલે કે અંદાજે છેલ્લા ચાર વર્ષથી હું આપના સંપર્કમાં, આપની સેવામાં વધારે રહ્યો અને આપના ઉચ્ચ ગુણોનો અનુભવ થયો. ધર્મપ્રત્યે-તપસ્યા પ્રત્યે એટલો આદરભાવ અને અત્યારે આપનું સતત ૨૦મું વર્ષીતપ ચાલે છે, નિડરતા પણ એટલી જ કે કચ્છના ભૂકંપ પછી તરત વિહાર કર્યો. ઉપરાંત અમદાવાદમાં તે વખતે કોમી રમખાણોનું વાતારવણ, તો પણ વિહાર ચાલુ રાખી રાધનપુરથી ભોંયણી અને કલોલ, કડી વગેરે રસ્તે થઈ તોફાનો ચાલુ હોવા છતાં અમદાવાદના અમારા સંઘ પ્રત્યે અનન્ય આદરભાવ હોવાથી અમદાવાદ તરફનો વિહાર ચાલુ રાખી સુખરૂપ અમદાવાદ પધાર્યા હતા. આ બધામાં ભણવાની સતત ચિતા અને મહેચ્છા આપ રાખતા હતા. સાથે સાથે અમારા શ્રી સંઘમાં ચોમાસા પણ સારી રીતે યશસ્વી બનાવ્યા. આપનામાં દૃઢ મનોબળ અને ધારેલું કામ પાર પાડવાની અનન્ય શક્તિ છે.
આપે વિદ્યા ભાસ્કર, જૈન સિદ્ધાંત આચાર્ય, સાહિત્ય રત્ન, બી.એ., એમ. એ. જેવી અનેક ઉચ્ચ પરીક્ષાઓ પાસ કરી સારા માર્કસ મેળવ્યા અને યશકલગીરૂપ આપે ‘દંડક એક અધ્યયન' વિષય ઉપર મહત્વપૂર્ણ વિશેષ શોધ નિબંધ લગભગ ૭૫૦ પાનામાં તૈયાર કર્યો. આ નિબંધ જૈનધર્મના ધર્મધુરંધરોએ, આચાર્ય મ.સા.એ, આપણા સંપ્રદાયના વિદ્વાન સાધુજીઓએ વખાણ્યો અને ભૂરી ભૂરી અનુમોદના આપી.
આવું મહાન કાર્ય કરવાની ધીરજ, ક્ષમતા અને સતત મહેનતને હું મારા અંતઃકરણથી બિરદાવું છું. ધન્યવાદ આપું છું. આ નિબંધ જૈન શ્રાવકને અને અન્યને ઉપયોગી બની રહેશે, માર્ગદર્શક બની રહેશે. આવા યશસ્વી કાર્યથી આપે આપના સંસારી કુટુંબને અજવાળ્યું છે. શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થા. જૈન સંપ્રદાયનું નામ રોશન કર્યું છે. આપ અન્ય સાધુસાધ્વીજીઓને આદર્શરૂપ બન્યા છો. આપની જ્ઞાનપિપાસા હજુ પણ સત ચાલુ રહી છે. હજુ પણ આગમના બાકીના શ્લોકો કંઠસ્થ કરવાની દૃઢ ઇચ્છા છે તે જાણી અમારું મસ્તક ઝુકી જાય છે. આપને ખૂબ ખૂબ વંદન. હજુ પણ આપ સતત જૈન ધર્મના ઉચ્ચ તત્વો પ્રાપ્ત કરો. આપનો સંયમ માર્ગ ખૂબ સરળ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. આપના આ અદ્વિતીય કાર્યમાં ૫.પૂ. ચાંદનીબાઈ મ.સ.નો સાથ, સહકાર સતત મળતો રહ્યો તેથી જ આ ભગીરથ કાર્ય પાર પડી શક્યું છે. તેમને મારા અભિનંદન. આપ શાતામય રહો તેવી ભાવના.
આપને મારા વતી તથા અમારા પરિવારના સર્વે મંજુલા, અતુલભાઈ, આષિતભાઈ, દિલીપભાઈ, પ્રિતીબેન, દિપાબેન તથા અલ્પાબેન અને ખુશાલી બેન વતી હાર્દિક ધન્યવાદ આપીએછીએ. ઘનશ્યામનગર સંઘ પ્રમુખ લી. મનસુખભાઈ (C. A.)નાં વંદન
૩૫