________________
તર્જ ઃ તુમ દિલકી ધડકન મેં
અભિનંદન લાખ હજાર, ગુરણીને વંદન વારંવાર આનંદ છે, ઉમંગ છે, બહુમાનનો શુભ અવસર છે,
મારા અંતરના ઉદ્ગાર ગુણીને પદમશી ભાઈ જેમના પિતા, ગંગાબેન ગુણિયલ માતા (૨)
જન્મ જામનગર મોઝાર... ગુરુણીને...૧ માતાપિતાના ભાગ્ય ફળ્યા, પુત્રીરત્ન તેમને મળ્યા (૨).
માલદે કુટુંબમાં અવતાર... ગુરુણીને...૨. જ્ઞાન મેળવવા જાતા સ્કૂલ, અભ્યાસ કર્યો બ્યુટીફૂલ (૨)
સાથે ધર્મ તણા સંસ્કાર... ગુરુણીને...૩ સદ્ગુણથી જીવનને ભર્યુ, વીરવાણીનું પાન કર્યું (૨)
વૈરાગ્ય ઝૂલે ઝૂલનાર.... ગુરુણીને...૪ લઘુગુરુવરનો સંગ થયો, સંસારનો સંતાપ ગયો (૨) *
અંતરને ઉપવન કરનાર... ગુરુણીને...૫ મણી જયા ગુરુણી ગુણ ગંભીર, તેમના ચરણે ઝૂકાવ્યું શિર (૨)
કઠોર ગામે થયા અણગાર... ગુરુણીને...૬ નીતાબાઈ સ્વામી આખું નામ, સફળ બની સંયમની હામ (૨)
અષ્ટ પ્રવચનમાં રમનાર... ગુરુણીને...૭ સંયમના સોપાને ચડ્યા, આરાધનામાં મસ્ત બન્યા (૨)
ગુંજે રત્નત્રય રણકાર... ગુરુણીને...૮ લગની લગાવી શ્રુતજ્ઞાનમાં, મન મહેંકાવ્યું આગમમાં (૨)
બાવીસ સૂત્રોના ભણનાર... ગુરણીને...૯ પ્રવચન ધારા મુખથી વહે, મીઠી મધુરી વાણી કહે (૨)
તપ જપને હૈયે ધરનાર... ગુરુણીને...૧૦ ચાતુર્માસને ગજાવે બહુ, દોડી દોડી આવે સહુ (૨)
૩૨