________________
વર્ણવી શકે ? છતાં અતિશયોક્તિ વગર આંખે દેખ્યા ઇતિહાસ જેવું લખ્યું છે. સાધક જીવનમાં આપ પ્રત્યેની શ્રદ્ધાનો દિપક મારી અંતરના પ્રત્યેક ખૂણામાં અજવાળો પાથરે છે.
આપના ઉગતા ઉષાકિરણ મને આપના ચિતનું ચરણ બનાવે છે. આપની ચારિત્ર ચાંદનીની પ્રભા મને આપની લાડીલી શિષ્યા બનવાનું આમંત્રણ આપે છે. એ જ મારું મહાન અહોભાગ્ય છે.
“અહો ગુરુમૈયા મેરે મનમેં આજ બહોત હૈ ખુશીયાં, ખીલ ઉઠી હૈ આજ મુજ હૃદયકી ક્લીયાં,
ચમક રહી હૈ જ્ઞાન સે આપકે જીવનકી બગીયાં,
શિષ્યા “ચાંદની” બહાતી હૈ શુભેચ્છા કી રંગરેલીયાં.
અહો ગુરુણીમૈયા ! આપની પાસે ચાહના કરું છું કે આપનું સાન્નિધ્ય મારે શાંતિ-સદન બને, આપના આદર્શ મારું આચરણ બને, આપનું જીવન મને ભવોષિ પાર કરવા દીવાદાંડીરૂપ બને, આપની પ્રેરણા મને પથદર્શક બને, આપના આશિષ મારો આધાર બને, એ જ અંતરની યાચના. આપને કરોડો કોંગ્રેચ્યુલેશન, અબજો અભિનંદન સાથે અંતરના અહર્નિશ ભાવે સેંકડો શુભેચ્છા પાઠવું છું કે શાસનરૂપી સરોવર કિનારે આપનો આતમહંસ મહાવ્રતરૂપી મોતીનો ચારો ચરતાં, જાગૃતિની જ્યોતિ જગાવતાં, વીર આજ્ઞાનો વીરધ્વજ ફરકાવતાં, જૈન શાસનનો જયનાદ ગજાવતાં, ગુરુકૃપાના ગજરા ગુંથતાં, ગુપ્તિના ગાર્ડનમાં વિચરતાં, સમિતિની સજાગતાએ સંયમચર્યાનેં રત્નત્રય રંગથી સુરમ્ય બનાવતાં, આપનું સંયમી જીવન સદા ગુલાબના ફૂલની જેમ મહેંકતું રહે. આપની આરાધના અરિહંત પદ આપનારી બને. આપનું મનોબળ નિયમના નિધિથી મહાવીરમાં મસ્તાન બને, તનના તાપ સમાવી આત્મા ઓજસ્વી બને, આગમિક શ્રુતજ્ઞાનને સ્વયંની પ્રજ્ઞાના પુરુષાર્થે મૌલિકતા સભર આલેખિત કરીને સમાજને બહુ ઉપયોગી ગ્રંથની ભેટ આપી છે તે જગત જીવોને મુક્તિનું માર્ગદર્શન કરાવી અને ઉપકારક નીવડશે. અહો ગુરુણીમૈયા ` આપનું દ્રવ્ય અને ભાવ આરોગ્ય હ૨૫ળે જળવાઈ રહે, બહુસૂત્રી બની બત્રીસ આગમો કંઠસ્થ કરી સંપ્રદાયની શાનમાં ઓર વધારો કરો.. આપના જીવનબાગમાં મહેકતી આ શિષ્યારૂપી કળીને પ્રેમના પાણીનું સિંચન કરી જીવનવાડીને હરિયાળી રાખવા મારા આત્મમાળી બની અને યાવત્ ચંદ્ર દિવાકરી તપો.
“જ્ઞાન કા દિવ્ય ધ્વજ જગમેં ફહરાતે રહો, પૂનમ કે ચાંદ જૈસે શાસન નભમેં ચમકતે રહો, સંયમરૂપી યશ કી સૌરભ ચારોં ઓર લાતે રહો, શુભેચ્છા મેરી હૈ કિ આપ હજારો સાલ જીતે રહો. એ જ અંતરની મંગલ શુભ ભાવના... સાથે મંગલ મનિષા...
૩૧
લિ. આપની ચરણરજ કૃપાકાક્ષી શિષ્યા ચાંદનીકુમારીની અહોભાવે અભિવંદના...