________________
પરિશ્રમ અને સતત પુરુષાર્થને વેગવંતો બનાવીને જ્ઞાન બગીચામાં ઝુલતાં થકાં આગમને અનુલક્ષીને “દંડક એક અધ્યયન” એ વિષય પર પીએચ.ડી.નો મહાનિબંધ (થીસીસ) પૂર્ણ કરીને ડોક્ટરેટની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે. પીએચ.ડી.ના અભ્યાસ માટે કુશળ કાર્યવાહક પૂ.શ્રી રમેશમુનિ મ.સા. ખૂબ જ પ્રેરક અને સહાયક બન્યા છે. તેમજ પૂ. ગુરણીશ્રી પ્રવર્તિની મણીબાઈ સ્વામી તથા પૂ. ગુરુણીશ્રી જયાબાઈ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ પીએચ.ડી.નું થીસીસ જૈન સમાજને માટે નવલું નજરાણું બની રહેશે. આઠકોટી મોટી પક્ષ સંપ્રદાયના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ પીએચ.ડી. થનાર સાધ્વી રત્ના પૂ. ગુરુણીમૈયા નીતાબાઈ મ. સ. છે. તેઓ ફક્ત આઠકોટી સંપ્રદાયના જ નહિ બલ્ક જૈન જગતના ગગન મંડળના દેદીપ્યમાન, સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન ઓજસ્વી, સમુદ્ર સમાન ગંભીર, નિર્મળ ચારિત્રની અને સદગુણોની સુવાસ ફેલાવી સંયમી જીવનના પાંત્રીસ (૩૫) ચાતુર્માસ કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ બનાસકાંઠા, સુરત, મુંબઈ, સાંગલી, આદિ ક્ષેત્રોમાં યશસ્વી એ તેજસ્વી રીતે ગજાવી યાદગાર બનાવીને સારાયે જૈન સમાજને જ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે. અને સંપ્રદાયની અપૂર્વ શાન વધારી છે.
જ્ઞાનાભ્યાસની સાથે જેમણે (૧) મણીયાપુરુષ (૨) રત્નલઘુપરિમલ (૩) આગમઅર્ક (૪) લઘુ પ્રેરણા પુષ્પ (૫) નૂતન વર્ષનો સંદેશ (૬) અમર નિધી (૭) આગમ અમૃત (૮) આગમ ઓજસ – આદિ પુસ્તકોનું આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન આપતું સાહિત્ય જૈન સમાજને અર્પણ કરેલ છે.
જ્ઞાનની અપૂર્વ આરાધનાની સાથે સોનામાં સુગંધ ભળે તેમ તેઓ તપના તેજે પણ ચમકી રહ્યા છે. વીસ વર્ષથી વરસીતપની ઉપવાસે આરાધના કરી રહ્યા છે. માસખમણ, સિદ્ધિતપ, ધર્મચક્ર, ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યા સાથે જ્ઞાન અને ચારિત્રની પ્રબળ સાધાનાનો અજોડ સમન્વય કર્યો છે. સંપ્રદાયને માટે તે ગૌરવની વાત છે.
એવા પૂ. ગુરુણીમૈયાને અભિનંદન આપવા માટે મારી પાસે નથી ભાષાનો ભંડોળ કે નથી શબ્દોના શણગાર. હે... ગુરુણીમૈયા ! આપને કયા શબ્દોમાં બિરદાવું ?
“રજત જયંતિ આપકી મનાઈથી વાંકી ગાંવમેં, પીએચ.ડી. કા અભ્યાસ કીયા ગુરુગુણી કે છાંવ મેં, મહોત્સવ મનાયેંગે ઘનશ્યામ નગર કે ધામમેં,
ઝૂક જાતે હૈ સભી નીતા ગુરણી કે પાંવ મેં.
આપને અભિનંદવા માટે મારી પાસે શબ્દો ઓછા પડે છે છતાં આજની આ સોનેરી પળે મારા મુખમાંથી વાચા સરી પડે છે કે
“શાનકી ગરિમા સે બન ગયે આપ શાસન કે શણગાર, આપકી અણમોલ પ્રેરણા સે મેં બન ગઈ અણગાર, અભિનંદન કે શબ્દોં સે ભરા સુનહરા મેરા હૈ ઉપહાર,
અહો ગુરુણીમૈયા નહિ ભૂલ સકતી હૈં આપકા ઉપકાર. આપના અનન્ય ગુણની માળા આપના જ બતાવેલા પંથે ચાલનાર આપની શિષ્યા કેમ
૩૦