________________
બાલ્યવસ્થાના બાગમાં બાલ બુલબુલ બની ઝૂલતા માતાએ સંસ્કારનાં સિંચન કર્યા લાડલી પુત્રીને જોઈ ગુણગાયત્રી માતાએ શૂરવીરતાનાં હાલરડાં ગાયાં
મદાલસા જેવી માતાએ કિશોરવસ્થાના કિનારે પ્રેરણાના પાઠ પઢાવ્યા. બાલ્યવયના પ્રાંગણમાં પગ મૂકતાં કુમારી જયાબેનને ઉપકારી માતપિતાએ સ્કૂલમાં અભ્યાસ કરવા મોકલ્યા જીવનમાં સુસંસ્કાર અને સદગુણરૂપી નેગેટીવ અને પોઝેટીવ વાયરના તારો જ્યાં સાથે મળે ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે એમાં શું આશ્ચર્ય ?
કુમારી જયાબેનને એક તરફ માતપિતાના સુસંસ્કારોનું સિંચન મળ્યું અને બીજી તરફ તેમના પૂર્વના સંસ્કારોના કિરણો પ્રકાશ પામતા ગયા. સ્કૂલમાં એસ. એસ. સી. સુધીનું નોલેજ પ્રાપ્ત કર્યું.
સુકુમાર અવસ્થામાં જ માતાપિતાએ પરોપકારી જીવન જીવવાના પાઠો પઢાવી શુભ બીજનું વાવેતર કર્યું. કિશોરાવસ્થામાં સ્કુલનું નોલેજ લેતાં બીજ અંકુરિત થયાં અને રંગભરી યુવાનીમાં ભાગ્યના દ્વાર સદગુરુના સાનિધ્યમાં ખુલતા અંકુરિત બીજ પલ્લવિત થયા. ઉપકારી ગુરુદેવના સાનિધ્યમાં પાત્રતાની પાર્ટીમાં પ્રેરણાની પેન લઈ અમર આદર્શના એકડો અને કલ્યાણનો કક્કો શીખ્યા-સમજણનું સિંચન મળતાં સુસંસ્કાર સુમન ખીલ્યા અને સમજણ મળી કે જો ભવોને ભેદવા હોય, મોક્ષ મંઝીલે પહોંચવું હોય તો ત્યાગ માર્ગનો સ્વીકાર કરવો આવશ્યક છે. કુમારી જયાબેન જેમજેમ ધર્મના રંગે રંગાતા ગયા તેમ તેમ તેમનો વૈરાગ્ય દઢ થતો ગયો. સંવેગ ભાવમાં ટર્નિંગ પૉઇંટ આવી ગયો તેમની મક્કમતાને જોઈ માતાપિતાએ ભાગ્ય ખીલવનારી ભાગવતી દિક્ષા ગ્રહણ કરવાની અનુમતિ સહર્ષ આપી. માતાપિતાએ આશિષ આપતાં કહ્યું કે
“સદગુણે સાવજે સાધના સદન, તપના તેજે તેજસ્વી બનાવજે તન, મહાવ્રત મેળવવા મલકે છે તારું મન,
માતપિતા આશિષ આપે છે ગહન. માતાપિતા તથા કુટુંબીજનોની આજ્ઞા મળતાં સને ૧૯૭૧ની સાલમાં વૈશાખ સુદ-૧ અને ગુરુવારના સોનેરી દિવસે ભાગ્યશાળી કઠોરની ધન્ય ધરા પર દિશા નક્કી થઈ જેઓની પ્રતિભા પ્રાતઃ સ્મરણીય છે. જેઓની ગુણ ગરીમા ચિર સ્મરણીય છે. જેઓનું વાત્સલ્ય જીવન સ્મરણીય છે. અને જેઓની કૃપા હૃદય સ્મરણીય છે. એવા શાસન સિતારા પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી તથા જેમણે ચારિત્રને બનાવ્યું સાધનાનું એવરેસ્ટ, સમયને નથી કરતા જેઓ વેસ્ટ, જીનવાણીનું ચખાડે સૌને ટેસ્ટ, અને જેમના શરણમાં મળે છે આત્મિક રેસ્ટ એવા વિદુષી પૂ. ગુરુણીમૈયા મણીબાઈસ્વામી તથા પ્રખર વકતા પૂ. ગુરુણીમૈયા જયાબાઈસ્વામીનાં શીતળ સાનિધ્યમાં, વિરતીના એરોપ્લેનમાં, સંયમના શેષાવનમાં સફર કરવા સંસારને અલવિદા કરતા અંતિમ પ્રવચન કર્યું કે, વરસાવો આશિષધારા હે...ગુરુગુણી મારા