________________
અભિનંદનની આહલેક - વીરશાસનના વિખ્યાત વિદ્યાલયમાં આત્મ જ્ઞાનની જ્યોતિ જગાડનાર ચારિત્રની ચોપાટીએ વિહરનાર જૈન શાસનના ચમકતા તારલાઓમાં આગવું સ્થાન અને માન સંપ્રાપ્ત કરનાર, સંપ્રદાયની શાન અને આનમાં અભિવૃદ્ધિ કરનાર મારા હૃદયના પ્રાણ સમા બા. બ્ર. પ. પૂ. ગુરુણીમૈયા ડૉ. પૂ. નીતાબાઈ મહાસતી...
“દંડક વિષયમા દૃષ્ટિ કરી લીધો આગમનો બેટ પીએચ.ડી.ની ડીગ્રી મેળવી ખોલ્યો જ્ઞાનનો ગેટ અર્પણ કરું છું શબ્દોના શણગારની એક અનેરી ભેટ નથી ફક્ત અક્ષરો પણ સેંકડો શુભેચ્છાનો અપું છું સેટ
અહો ! ગુરુણીમૈયા આપને વાત્સલ્યનો વારિધિ કહું ? કે અનુભવનો અબ્ધિ કહું? પરિમલતાના પયોદધિ કહું? કે માનવતાના મહોદધિ કહું ? ક્યા શબ્દોથી સંબોધન કરવું કયા કલ્યાણના કિનારા દ્વારા વહેતા વહેણને વર્ણવી શકાય ? જ્ઞાનના સાગરને ક્યા શબ્દોના સીમાડાથી સજાવી શકાય ? સદ્દભાવનાના શિવાલયને કયા સુમનની સૌરભથી મહેકાવી શકાય? આપને અર્પણ કરવા માટે મારી પાસે શબ્દો નથી. છતાં આપના જ ગુણ પુષ્પોમાંથી થોડા અભિનંદનના શબ્દ આલેખું છું. આજના સો ટચના સોના સમો અમુલ્ય વારસો મેળવવામાં પ્રતિભાસંપન્ન તપશ્ચર્યાની આહલેક જગાવતા સ્વાધ્યાયના મધુર ઘોષોનો નાદ સંભળાવતા દિવ્ય જ્ઞાનની પ્રભા પ્રગટાવનાર એવા જ્ઞાની વિરલ વિભૂતિ પૂ. ગુરુણીમૈયાને અંતરના અહોભાવે નત મસ્તકે વંદન... અભિનંદન..: પ્રેરણા ખૂબ વધારી મારા જીવનને નવપલ્લવિત કરી મારા જન્મોજન્માંતરના કેવા પુણ્યના કલ્પવૃક્ષ ફળ્યા હશે કે મને આપ જેવા ગુરુમૈયાનો સંયોગ સાંપડ્યો. આપના જીવનની ક્ષિતિજે ઝળહળતા સો... સો જ્ઞાન દર્શન અને ચારિત્રના સૂર્યમાંથી મને સદૈવ કૃપાકિરણ આપજો એવી અંતરની આરજુ સાથે આપને લાખ લાખ શુભેચ્છા.
પીએચ.ડી.ની પદવીમાં મેળવ્યું આપે એડમીશન, જ્ઞાનની સાથે જોડ્યા આપે અંતરથી રીલેશન, મધમધતા સદ્ગણોના પુષ્પોથી ખીલવ્યું છે ગુલશન, | શિષ્યા “ચાંદની” આપે છે આપને હાર્ટલી કાંગ્રેગ્યુલેશન.
લિ. આપની કૃપાકાલી શિષ્યા ચાંદની આર્યાની મંગલ ભાવના...
૨૫