________________
અને લિખિત ગ્રંથો, સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્યો અને તેમના લિખિત ગ્રંથો પર પ્રકાશ પાડી જૈન સાહિત્યને અને જૈન તત્ત્વજ્ઞાનને વ્યક્ત કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે. અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં આત્માના ઉત્થાન માટે સંતો અને ધર્મના ગ્રંથો આધારભૂત છે અને અવલંબનરૂપ છે.
બીજા અધ્યાયમાં જૈન સિદ્ધાંતિક સાહિત્યમાં દંડકનું સ્થાન બતાવ્યું છે. દંડક પ્રકરણ ગ્રંથના કર્તા ગજસાર મુનિના જીવનનું આલેખન કર્યું છે. જેમણે આગમનું ચિંતન કરી, દોહન કરીને સારરૂપ માત્ર ૪૪ ગાથામાં સમગ્ર વિશ્વના જીવોનું વિશ્લેષણ કર્યું છે. દંડક ઉપર રચાયેલ અન્ય સાહિત્યનો પરિચય આપ્યો છે. દંડકની ભાષા આદિનું તેમાં સૂક્ષ્મ વિવેચન સાથે દંડ શબ્દના વિભિન્ન અર્થોનું વિવરણ કરી આગમમાં નવી દૃષ્ટિ ખોલી છે. જૈન સૈદ્ધાંતિક સાહિત્યમાં દંડકનું મહત્ત્વનું સ્થાન ગજસાર મુનિએ બતાવ્યું છે.
ત્રીજા અધ્યાયમાં જૈન દર્શનમાં કુલ ૨૪ દંડકો વર્ણવવામાં આવ્યા છે. તેમાં દંડક શબ્દના પારિભાષિક અર્થો આપ્યા છે. આગમિક અર્થ અનુસરી ૨૪ દંડકોની વાત કરી છે. ૨૪ દંડકોમાં નારકીનો ૧ દંડક, તિર્યંચગતિના પાંચ સ્થાવર, ત્રણ વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયનો ૧ દંડક આમ કુલ ૯ દંડક, મનુષ્ય ગતિનો ૧ દંડક, દેવગતિના ૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી, ૧ વૈમાનિક, આમ કુલ ૧૩ દંડકો થાય છે. ચારેય ગતિના સર્વેનો ૨૪ દંડકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચારેય ગતિના જીવોની ૨૪ દંડકમાં વિચારણા કરી આધ્યાત્મિક રહસ્ય રજૂ કર્યું છે. ’
ચોથા અધ્યાયમાં ૨૪ દંડકોમાં ૨૪ દ્વારોનો વિચાર કરવામાં આવ્યો છે. પ્રથમ શરીર દ્વારમાં - પાંચ શરીરોની વ્યાખ્યાઓ બતાવી છે. આગમમાં તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. પાંચ શરીરોમાં ઔદારિક શરીરનું વિશિષ્ટ મહત્ત્વ બતાવ્યું છે. બીજા અવગાહના દ્વારમાં ચારેય ગતિના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું દિગ્દર્શન કરાવ્યું છે. ત્રીજા સંઘયણદ્વારમાં ૬ સંઘયણોની વ્યાખ્યા બતાવી કયા જીવને કેટલા સંઘયણ હોય છે. તેનું આલેખન કરી પ્રથમ વજ્રઋષભ સંઘયણનું વિશિષ્ટ વર્ણન કર્યું છે. ચોથા સંજ્ઞાદ્વારમાં સંજ્ઞાનાં ત્રણ, ચાર, દશ આદિ પ્રકાર બતાવ્યા છે. ૨૪ દંડકના
-
૫૧૪