________________
“ઉપસંહાર”
જગતમાં અનેક ધર્મોનો પ્રચાર છે. કોઈ ધર્મનું લક્ષ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનું, કોઈ ધર્મનું લક્ષ સ્વર્ગ પ્રાપ્ત કરવાનું હોય છે. પરંતુ જૈનધર્મ તો મોક્ષલક્ષી છે. ચાર ગતિમાં જીવો સંસારમાં કર્મના કારણે પરિભ્રમણ કરે છે. એ પરિભ્રમણને મિટાવવા માટે સૌ પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાનની સમજથી જીવ ધર્મની સન્મુખ થાય છે. ધર્મ આત્માને આત્મિક સુખ અને શાંતિનાં દર્શન કરાવે છે. ધર્મના અનેક વિષયમાં દંડક પણ એક વિષય છે. દંડકનો અર્થ છે ચાર ગતિમાં દંડાવું. દંડકમાં ઊંડાણપૂર્વક ચિંતન કરવાથી જીવને મનુષ્યના દંડકનું મહત્ત્વ સમજાય છે. મનુષ્ય ભવનું મૂલ્યાંકન સમજાવવા દંડકનો વિષય મેં પસંદ કર્યો છે. મનુષ્ય સાધના, આરાધનાં અને ઉપાસના કરી દંડકથી મુક્ત થવા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
સર્વ પ્રથમ જૈનદર્શનમાં દંડકનું મૂલ્યાંકન કરવાને માટે ૬ અધ્યાયોમાં પ્રથમ અધ્યાયમાં ઇતિહાસ સિદ્ધાંતની વિચારણા કરી છે.
સમગ્ર જૈનધર્મના ઇતિહાસનું મૂળ આગમ ગ્રંથો છે. આગમના ગ્રંથોમાં આચારાંગ સૂત્ર આદિ ૧૧ અંગોનો, ઉવવાઇય સૂત્ર આદિ ૧૨ ઉપાંગોનો, ઉત્તરાધ્યયન સૂત્ર આદિ ૫ મૂળ સૂત્રોનો, દશાશ્રુતસ્કન્ધ આદિ ૬ છેદસૂત્રોનો, નંદીસૂત્ર આદિ ૨ ચૂલિકા સૂત્રનો, ચતુઃશરણ આદિ ૧૦ પ્રકીર્ણક સૂત્રોનો વ્યવસ્થિત પરિચય કરાવ્યો છે.
આગમ ગ્રંથોનું વિવરણ કર્યા બાદ નિર્યુક્તિઓ અને નિર્યુક્તિકારોનાં ભાષ્યો અને ભાષ્યકારોનો, ચૂર્ણિઓ અને ચૂર્ણિકારોનો, ટીકાઓ અને ટીકાકારોનો વિસ્તારથી પરિચય કરાવ્યો છે. લોક ભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ, ટબ્બાઓ અને હિન્દી ટીકાઓનું વર્ણન કર્યું છે. દિગંબર પરંપરાના આચાર્યો અને તેમના લિખિત ગ્રંથો, શ્વેતાંબર સંપ્રદાયના આચાર્યો અને તેમના લિખિત ગ્રંથો, તેરાપંથી સંપ્રદાયના સંતો
૫૧૩