________________
જીવોને ચારેય સંજ્ઞા બતાવી છે. પાંચમા સંસ્થાન દ્વારમાં ૬ પ્રકારના સંસ્થાનનાં નામ બતાવી દરેક સંસ્થાનની વ્યાખ્યા કરેલ છે. જીવનાં સંસ્થાન અને અજીવનાં સંસ્થાન બતાવ્યાં છે. છઠ્ઠા કષાય દ્વારમાં પ્રથમ કષાયનો અર્થ કહી ને કષાયના સંક્ષેપમાં ૪ અને વિસ્તારથી ૧૬ પ્રકાર બતાવ્યા છે. ૨૪ દંડકમાં ચારેય કષાય હોય છે. સાતમા લેશ્યા દ્વારમાં લેશ્યાનો અર્થ અને લેશ્યાના છ પ્રકાર બતાવીને દરેક લેશ્યાની વ્યાખ્યા અને લક્ષણોનું વર્ણન કરી કયા દંડકમાં કેટલી લેશ્યા હોય છે તેનું વિવેચન કર્યું છે. આઠમા ઇન્દ્રિય દ્વારમાં ઇન્દ્રિયના જુદા-જુદા અર્થ બતાવી ઇન્દ્રિયના પાંચ પ્રકાર બતાવેલ છે. પાંચ ઇન્દ્રિયમાં શ્રોતેન્દ્રિયનું વિશેષ મહત્ત્વ બતાવીને ૨૪ દંડકમાં ઇન્દ્રિયનું આલેખન કર્યું છે. નવમા સમુદ્દાત દ્વારમાં - સમુદ્દાતના વિભિન્ન અર્થોનું વર્ણન કરી સાત પ્રકારના સમુદ્ધાતની વ્યાખ્યા કરી છે. તેમાં આહારક સમુદ્દાત સમક્તિને જ હોય છે. અને શ્રેષ્ઠ કેવલી સમુદ્દાત - કેવલી જ કરે એનું વિસ્તૃત વર્ણન તેમાં બતાવેલ છે. દશમા દૃષ્ટિ દ્વારમાં – પ્રથમ દૃષ્ટિ શબ્દના અર્થો કહી ત્રણ પ્રકારની દૃષ્ટિની વ્યાખ્યા કરી છે: ૨૪ દંડકના જીવને કેટલી દિષ્ટ હોય છે તેનું વિવેચન કર્યું છે. ૧૧મા દર્શન દ્વારમાં - દર્શન શબ્દના અર્થો બતાવી, દર્શનના ચાર પ્રકાર વર્ણવ્યા છે. અને તેમાં કેવલદર્શનને શ્રેષ્ઠ દર્શન બતાવ્યું છે. ૧૨મા જ્ઞાન દ્વારમાં જ્ઞાન શબ્દના અર્થો વિભિન્ન રીતે દર્શાવ્યા છે. જ્ઞાનના પાંચ પ્રકારો બતાવ્યા છે. અપ્રતિજ્ઞાન, અવધિજ્ઞાન અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાનનું સામૈયું કરે છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં એ જ ભવે મોક્ષની વાત બતાવી છે. ૧૩મા અજ્ઞાન દ્વારમાં અજ્ઞાન શબ્દના અર્થો બતાવી જ્ઞાનના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે. ૨૪ દંડકમાં કોને કેટલાં અજ્ઞાન હોય છે. તે વર્ણવ્યું છે. પાંચ અનુત્તર વિમાનમાં અજ્ઞાન હોતાં નથી તેનું વિવેચન કર્યું છે. ૧૪મા યોગ દ્વારમાં યોગના અર્થો બતાવી યોગના સંક્ષેપમાં ત્રણ અને વિસ્તારથી ૧૫ પ્રકારો વર્ણવી ૨૩ દંડકોના જીવોને માત્ર સંયોગી કહ્યા છે અને મનુષ્યના દંડકમાં સયોગી અને અયોગી બંને કહ્યા છે. ૧૫મા ઉપયોગદ્વારમાં ઉપયોગ શબ્દના વિભિન્ન અર્થે રજૂ કર્યા છે. ઉપયોગના સાકાર અને નિરાકાર બે પ્રકાર સંક્ષેપમાં અને ૧૨ પ્રકાર વિસ્તારથી વર્ણવ્યા છે. સંસારી જીવોને અને સિદ્ધના જીવોને ઉપયોગ બતાવ્યા છે. ૧૬મા ઉપપાત દ્વારમાં ઉપપાત શબ્દના અર્થો કહ્યા છે. કોના જન્મને ઉપપાત કહેવાય છે. તેનું વિસ્તૃત
૫૧૫