________________
એકેન્દ્રિયાદિની આગતિ:- નારકી અને યુગલિકો સિવાય બીજી ગતિના જીવો એટલે સંખ્યાત વર્ષાયુવાળા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચો મનુષ્યો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ ઈશાન દેવલોકના દેવો એકેન્દ્રિયમાં અર્થાત્ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં આવે છે. પરંતુ સનતકુમાર આદિ દેવો પૃથ્વીકાય વગેરેમાં આવતા નથી. દેવો તથા સ્વભાવથી તેજો, વાયુ સિવાયના પર્યાપ્ત બાદર એકેન્દ્રિયમાં
આવે છે.
નારકો, દેવો, જુગલિયા સિવાયના તિર્યંચ અને મનુષ્યો વિકલેન્દ્રિયરૂપે થાય છે. અર્થાત વિકલેન્દ્રિયમાં આવે છે.
સંખ્યાત વર્ષવાળા મનુષ્ય, તિર્યચો જ અસંશી પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પણ દેવ નારકો નહિ.
યુગલિયા મનુષ્યો અને તિર્યંચોને વર્જીને ચારેય ગતિના જીવો ગર્ભજ તિર્યંચ અને પંચેન્દ્રિય તિર્યંચમાં આવે છે. પરંતુ દેવો સહસાર સુધીના જ જાણવા. દંડકમાં ગતિ અને આગતિ –
पजपंणतिरिमाणुअन्चिय, चउच्चिह देवेसु गच्छंति ॥३३॥ ગાથાર્થ –
દેવમાં આગતિ - પર્યાપ્ત ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો તથા પંચેન્દ્રિય ગર્ભજ મનુષ્યો જ ૪ પ્રકારના દેવમાં અર્થાત્ દેવના ૧૩ દંડકમાં ઉત્પન્ન થાય છે. ૧૦ ભવનપતિ + ૧ વ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક એ ૧૩ દંડક દેવના છે. એમાં સામાન્ય કહ્યું છે. પરંતુ વિશેષથી પ૬૩ ભેદમાં હવે ગતાગતિ કહેવાશે. દેવની ગતિ :
संखाउ - पज्जपणिदि, तिरिय नरेसु पज्जते । भूदगपत्तेय वणे, एएसु च्चिय सुरागमणं२१ ॥३४॥
૪૮૯