________________
પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા દેવલોકથી આઠમાં દેવલોક સુધીના દેવો સંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. નવમા દેવલોકથી લઈને સર્વાર્થસિદ્ધવિમાન સુધીના દેવો ત્યાં આવીને સંજ્ઞી મનુષ્યની ગતિમાં જ જાય છે અને સંશી મનુષ્યો મરીને એ દેવલોકમાં જાય છે.
પૃથ્વીકાયિકો કિંગતિક અને ત્રયાગતિક હોય છે. અપકાયિકો અને વનસ્પતિકાયિકોનું એ જ પ્રમાણે સમજવું. તેઓ નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. એકેન્દ્રિયાદિની ગતિ –
એકેન્દ્રિયો૧૯ જુગલિયા સિવાયના મનુષ્ય તિર્યંચમાં જાય છે. એકેન્દ્રિયમાં તેઉકાય અને વાઉકાય વર્જીને કહેવું. કેમકે તેઉકાયિક અને વાયુકાયિક એક તિર્યંચગતિમાં જ જાય છે. સાતમી નરકના નારકો એક તિર્યંચ ગતિમાં જાય છે. અસંખ્યાત વર્ષોવાળા તિર્યંચ અને મનુષ્યો બીજાભવમાં એક દેવગતિમાં જ જાય છે.
દેવ અને નારકો અસંખ્યવર્ષવાળા મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. અસંશી પંચેન્દ્રિય તિર્યંચો ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિર્યંચ નરકગતિમાં પ્રથમ નારકીમાં જ જાય છે. બીજી નરકોમાં નહિ અને દેવોમાં અસંજ્ઞી તિર્યંચો ભવનપતિ અને વાણવ્યંતરોમાં જ ઉત્પન્ન થાય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવો ઉત્પન્ન થતા નથી.
સંખ્યાતા આયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચો ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિમાં ફક્ત સહસાર દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયરૂપ વિક્લેન્દ્રિયો જુગલિયા સિવાયના તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવ અને નારકોમાં ઉત્પન્ન થતા નથી.
અસંખ્યાત વર્ષવાળા તિર્યંચો અને મનુષ્ય પોતાના આયુષ્ય સમાન આયુવાળા કે હીન આયુષ્યવાળા બધાય ઈશાન દેવલોક સુધીના દેવોમાં ઉત્પન્ન થાય છે. તેનાથી ઉપરના દેવોમાં ઉત્પન્ન થતા નથી. કેમકે સનતકુમાર વગેરે દેવલોકમાં જઘન્યથી પણ બે સાગરોપમની સ્થિતિ છે. અને અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચ મનુષ્યોની ઉત્કૃષ્ટથી પણ ત્રણ પલ્યોપમની જ સ્થિતિ છે.
૪૮૮