________________
ભગવંતો મહાત્માઓ સંતો મહંતો ઋષિ મુનિઓ થઈ ગયા. જેમના ઉચ્ચ કોટિના જ્ઞાન અને આદર્શોને આપણે યાદ કરીએ છીએ તે પૈકી જૈન શાસન કચ્છ ગચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનક જૈન સંપ્રદાયના ગચ્છાધિપતિ શાસન સમ્રાટ દેવજી સ્વામીની પરંપરાએ ચાલનારા શાસન શિરોમણિ પુણ્યપ્રભાવક પૂ. આચાર્ય શ્રી નાગચંદ્રજી સ્વામીના સંઘાડાના રાષ્ટ્રસંત કરુણામૂર્તિ પૂ. આચાર્ય ગુરુદેવ શ્રી છોટાલાલજી સ્વામી, આગવી પ્રતિભાશાળી પૂ. પ્રવર્તિની મણિબાઈ મ.સ. વિદૂષીની જયાબાઈની સુશિષ્યા સુવિનિત સુસંસ્કારી પરમ તપસ્વીની સાહિત્યરત્ન પૂ. નીતાબાઈ મ.સ. વિપુલ પ્રમાણમાં અભ્યાસ કરી લગભગ ૨૨ સૂત્રો કંઠસ્થ કર્યા બાદ તેમને પીએચ.ડી. કરવા ભદ્ર અભિલાષા થઈ. ઉપકારી પૂ. આચાર્ય ભગવંત શ્રી છોટાલાલજી સ્વામીએ અંતરના શુભાશિષ આપ્યા. એ દયાવાન પરમકૃપાળુ ગુરુદેવશ્રી અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. તેમજ નીતાબાઈનાં જ્ઞાન ક્ષેત્રે પૂર્ણ સાથ સહકાર આપનાર તેમની સુશિષ્યા સૌના પ્રિયપાત્ર મોક્ષે જતા વિસામો લેવા આ ધરતી પર આવેલા સ્વ. નિધિબાઈના પણ સ્વર્ગવાસ થયો. પછી મહાનપુણ્યોદયે ગુરુદેવની અસીમ કૃપાથી નામ તેવા ગુણ ચંદ્ર જેવા શીતલ એવા શિષ્યા ચાંદનીબાઈનો ઉપાદાન જાગ્યો. પીએચ.ડી. માટે સમય પરીપક્વ થયો. પૂ. નીતાબાઈ મ.સ.ની ઇચ્છા અનુસાર મેં તેમને અમદાવાદ ઘનશ્યામનગર અમદાવાદ પીએચ.ડી.ના અભ્યાસ માટે ચાતુર્માસો કરવા સહર્ષ અનુમતિ આપી. એકલે હાથે તાળી ન વાગે એ કહેવત અનુસાર પૂ. નીતાબાઈ મ.સ. શીધ્રાતિશીધ્ર વ્યવસ્થિત રીતે પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી શકે એ માટે ઘનશ્યામનગર અમદાવાદ સ્થા. જૈન સંઘ સાથે સંઘ પ્રમુખ સંઘરત્ન ઉત્સાહી એવા મનસુખભાઈ જે શાહ તથા સ્વર્ગસ્થ આપણા મહાસંઘના પ્રમુખ બચુભાઈ ઉર્ફે લાલજી મોણશી તથા દેવચંદ વેલજી ગડા, તેરાપંથી લાડનૂયુનિવર્સિટીમાં પીએચ.ડી.માટે પ્રવેશ પ્રશ્નપેપર આદિની સુંદર સગવડ કરવા સેવાભાવી શ્રી છગનલાલ રાયચંદ પારેખ નીતાબાઈના કુટુંબીજનો, જ્ઞાન પિપાસુ આત્માઓ નામી અનામી સજ્જનો દાતાઓ ભાવિકોની ભલી ભાવનાથી વરસોની મંગલ કામના પૂર્ણ થઈ અને પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી. તેમાં ખુદ નીતાબાઈ મ.સ.ના સાધ્વી જીવનમાં દીન ચર્યાઓ સાથે પ્રવચન તથા સેવા સાધનાઓ અન્ય પ્રવૃત્તિઓ સાથે એમણે પ્રબળ પુરુષાર્થ કર્યો તો “શાસન દેવનાગ લઘુ” ગુરુની અસીમ કૃપાથી તેમની પીએચ.ડી.ની ગતિ પ્રગતિ કારણ બની. જેણે શાસનની શાન વધારી કચ્છ ગચ્છનું ગૌરવ વધાર્યું. સંપ્રદાય ગુરુપરિવારનું નામ રોશન કર્યું. આઠ કોટિ મોટીપક્ષ સંપ્રદાયમાં પ્રથમ પીએચ.ડી. થનાર અમારા ગુરુબેન નીતાબાઈના છે. આ પ્રસંગે તેમને મારા અંતરના અભિનંદન શુભાશીષ. તેઓશ્રીની જ્ઞાનપ્રાપ્તિને ખૂબ ખૂબ આવકારું છું. અંતમાં તેઓશ્રીનો તનમન તંદુરસ્ત રહે દીર્ઘ આયુષી બને અને પીએચ.ડી. ડીગ્રી મેળવ્યા બાદ તેમના જ્ઞાન અનુભવનો લાભ સૌને આપતા રહે શાસનની પ્રભાવના તેમના હસ્તે થતી રહે એવી મંગલ કામના.
લી. પરમકૃપાળુ રાષ્ટ્રસંત પૂ. આચાર્ય ગુરુદેવની છોટાલાલજી સ્વામીના અંતેવાસી સુશિષ્ય રમેશચંદ્રજી મહારાજ સં. ૨૦૬૨ નાગેન્દગુરુ સં. પ૩ વર્ષ વસંતપંચમી તા. ૧ ફેબ્રુઆરી,