________________
વિનોદચંદ્રજી સ્વામી
અંતરના આશીર્વાદ પરમ પ્રતાપી પરમોપકારી પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીના સુશિષ્યા સદા શાંત દાંત ક્ષમાગુણધની મણીબાઈ મહાસતીજી તથા જયાબાઈ મહાસતીજીના સુશિષ્યા જ્ઞાનગુણ ગંભીરા નીતાબાઈ મહાસતીજી તમને શત શત અભિનંદન ધન્યવાદ. ... આ સૂત્રને તમે આત્મસાત્ કરી જૈનશાસ્ત્રોના ઊંડા અભ્યાસ સાથે અન્ય ગ્રંથોનું પરાયણ સ્વાધ્યાય સાથે તમો પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી જૈન સંઘને તથા આઠકોટી મોટી પક્ષ સંઘને સદા માટે ગૌરવાન્વિત કર્યું છે. સાથે સાથે આસીન ઉપકારી પૂજય ગુરુદેવ તથા ગુરુણીશ્રીના તમને યશ પ્રશંસાના શિખરે કળશ ચડાવ્યું છે. શૈશવકાળથી તમારા અંતરમાં ત્યાગ ને વૈરાગ્યના અંકુરો પ્રગટ થયા હતા ને પૂર્વના પુન્યાનુબંધી પુન્ય પ્રભાવે એ ત્યાગ વૈરાગ્ય સંયમજીવનમાં પરિવર્તિત થતાં જ્ઞાન સાથે તપધર્મમાં તમે ખૂબ જ વિકાસયાત્રા આરંભી છે. જ્ઞાન સ્વાધ્યાય તપ ત્યાગ સાથે આંતરિક સદગુણો સમતા-સરળતા વિનમ્રતા ઇન્દ્રિયનિગ્રહ જેવા દૈવી ગુણોથી તમારું વર્તમાનકાલીન સંયમજીવન સહજ સરલને સમરસ બનવા પામ્યું છે. આવા ઉચ્ચતમ ગુણો દ્વારા તમારા જીવનમાં સર્વ જીવો સાથે મૈત્રી પ્રમોદ કરૂણા માધ્યસ્થ આદિ ભાવનાઓ વિસ્તરિત થશે. વર્તમાનમાં સમસ્ત સંઘમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આઠકોટી મોટાપક્ષમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરનાર તમે પ્રથમ સાધ્વીજી છો. જેથી અમો ચારે ઠાણા તમોને ખૂબ જ ધન્યવાદ આશીર્વાદ પાર્વીએ છે. તમારા સંયમ-જીવનના ભાગમાં રંગબેરંગી સગુણોથી પુષ્પો ચારે તરફ સંયમ ધર્મની સુવાસ લાવે તમો જ્ઞાન-ધારા વધુને વધુ અંતર્મુખ બની આ સંસાર યાત્રાનો ઉચ્છેદ કરજો. મનુષ્ય ભવમાં સાધુજીવનનું લક્ષ્ય તો અપુણરાવિત્તિ છે તે તમને અલ્પભવોમાં પ્રાપ્ત થશે. તમારી જ્ઞાનગરિમા સર્વત્ર સુખશાંતિનું પ્રસન્નતાનું આત્મનિકટતાનું શુદ્ધ ધર્મનું સામ્રાજ્ય ફેરાવે ને તમારું લક્ષ્ય સિદ્ધ બને એ જ શુભ અભિલાષા સાથે ગુણાનુરાગી વિનોદચંદ્રજી મહારાજના સબહુમાન. સુખશાતા સ્વીકારશોજી. તમે ઋતુંભરા પ્રજ્ઞાના સ્વામી છો. તમારી બુદ્ધિ ખૂબ જ નિર્મળ છે. તો અમે ચારે ઠાણા ઇચ્છીએ છીએ કે તમે ૩૨. સૂત્રોના પારંગામી બનો એજ શુભભાવના.
કચ્છ - રાપર (વાગડ),
તા. ૧૦-૧૨-૨૦૦૫
આશીર્વચન જૈનદર્શન સહિત સર્વદર્શન સર્વયોગ સર્વધર્મના અનુયાયીઓ જ્ઞાનને અગ્રસ્થાન આપ્યું છે. ખુદ અનંત જીનેશ્વરો એ કહ્યું કે પઢનાણો તવોદયા પ્રથમજ્ઞાન પછી દયા આજે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તીર્થકર ભગવંતોનો વિયોગ છે. સંસારરૂપી સમુદ્ર તરવા ફક્ત બે સાધન છે. શ્રમણ સંસ્કૃતિ અને આગમ વાણી જ્ઞાન જ્ઞાની આત્મા શૂન્યમાંથી સર્જન કરે છે. જ્ઞાન અને જ્ઞાનીઓનું ભવ્યાતિભવ્ય સન્માન સત્કાર કરવાનું ભગવંતે જણાવ્યું છે. આ અવની પર અનંત જ્ઞાની