________________
સ્થિરાગ્રસ્ત હોય. જેના હાથ અને પગ મજબૂત હોય એટલે કે દીર્ઘતા, સરલતા, જાડાઈ આદિની અપેક્ષાએ જેની બન્ને ભુજાઓ તાલવૃક્ષના સમશ્રેણિક યુગલ જેવી હોય, અર્ગલાના જેવી હોય. ચરમેષ્ટક, દ્વઘણ અને મુષ્ટિકની જેવા જેમના અંગો પુષ્ટ હોય (ઈંટોના ટુકડાથી ભરેલી ચામડાની થેલીનું નામ ચર્મેષ્ટક) છે. મંગળને સુંઘણ કહે છે. વ્યાયામ કરતી વખતે પહેલવાનો તે મુષ્ટિક વડે પોતાના હસ્તાદિક અવયવોને કૂટે છે. આમ કરવાથી તેમના તે અવયવો ખૂબ જ પુષ્ટ થાય છે. આંતરિક બળથી યુક્ત હોય. વ્યાયામ કરવાને સમર્થ હોય. નિપુણ, દક્ષ હોય, એકજવાર દેખવા કે સાંભળવાથી કાર્યને સમજી લેનારો હોય. એવા પુરુષના હાથની ગતિ આદિ ક્રિયાઓ શીવ્રતાવાળી હોય છે. આવો પુરુષ બાહુને ઘણી જ ત્વરાથી પ્રસારિત કરી શકે છે અને પ્રસારિત બાહુને સંકોચી શકે છે. ઉઘાડેલી આંખોને શીધ્ર બંધ કરી શકે છે અને બંધ કરેલી આંખોને જલ્દી ઉઘાડી શકે છે. આ રીતે તેની ગતિમાં શીવ્રતા હોય છે. નારકોનો પોતાની ગતિના વિષયમાં આવો સ્વભાવ હોવો સમર્થ નથી. કેમકે નારાજીવ એક સમયવાળી ઋજુગતિથી અને બે સમયવાળી કે ત્રણ સમયેવાળી વિગ્રહગતિથી નરકમાં ઉત્પન્ન થાય છે. પુરુષના બાહુ આદિના પ્રસરણનો કાળ અસંખ્ય સમયનો કહ્યો છે. તેથી નારકોની પુરુષની તે ગતિમાં સમાનતા સંભવી શકતી નથી. તેથી નારકોની એક સમયવાળી ઋજુગતિ અને બે, ત્રણ સમયવાળી વિગ્રહગતિ રૂપ ઉત્પત્તિ થાય છે. તથા આ શીધ્રગતિનો વિષય (કાળ) એક, બે અને ત્રણ સમય રૂપ કાળ હોય છે. બધા દેવોની વિક્રલેન્દ્રિયોની, પંચેન્દ્રિય તિર્યંચોની અને મનુષ્યોની આવી જ રીતે નારકોના સમાન એક, બે અથવા ત્રણ સમયવાળી એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ રૂપ શીધ્રગતિ કરી છે.
એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ રૂપ જે વિગ્રહગતિ એક, બે, ત્રણ અથવા ચાર સમયવાળી એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિ રૂપી શીધ્રગતિ કરી છે.
એક સમયવાળી જે ગતિ હોય છે તે ઋજુગતિ હોય છે. અને બે, ત્રણ અને ચાર સમયેવાળી ગતિ વક્રગતિ હોય છે. આ ગતિઓનું નામ જ શીધ્રગતિ કહેલી છે. બાહુ પ્રસારણાદિ રૂપ ગતિમાં અસંખ્ય સમય લાગે છે તેથી એવી ગતિને શીઘ્રગતિ કરી નથી.. જ્યારે જીવનું ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં હોય છે ત્યારે ઋજુગતિ એક સમયની હોય છે.
૪૮૨