________________
આવી છે. કારણકે તેની છાયા “સિદ્ધવિગ્રહગતિ” આ પ્રકારની થાય છે. સિદ્ધિમાં લોકના અગ્રભાગમાં, અવિગ્રહગતિથી (મોડ વિનાની ગતિથી) જે સિદ્ધજીવોનું ગમન છે. તેનું નામ સિદ્ધવિગ્રહગતિ છે. તેના દ્વારા વિશેષગતિ પ્રકટ કરવામાં આવી છે. આ રીતે સામાન્ય અને વિશેષની અપેક્ષાએ જ બંને પદો વચ્ચેનો સંબંધ સમજવો જોઈએ. બીજી રીતે યોગ્ય લાગે તો જ રાખવું. વળી ક્રિયા પ્રયોગ બંધાભાવ આદિના ભેદથી ગતિ ૧૦ પ્રકારની છે –
(૧) બાણ ચક્ર આદિની ગતિ પ્રયોગગતિ છે. (૨) એરંડબીજ આદિની બંધાભાવગતિ છે.
(૩) મૃદંગ, ભેરી, શંખાદિના શબ્દ જે દૂર સુધી જાય છે તે પુગલોની છિન્નગતિ છે.
(૪) દડા આદિની અભિવાત ગતિ છે. (૫) નૌકા આદિની અવગાહન ગતિ છે. (૬) પથ્થર આદિની નીચે તરફ (જવાવાળી) ગુરુત્વ ગતિ છે. (૭) તુંબડી, રૂ આદિની (ઉપર જવાવાળી) લઘુત્વગતિ છે. (૮) સુરા, સિરકા આદિ સંસાર ગતિ છે.
(૯)મેઘ, રથ,મુરાલ, આદિની ક્રમશઃ વાયુ, હાથી તથા હાથના સંયોગથી થવાવાળી ગતિ સંયોગગતિ છે.
(૧૦) વાયુ, અગ્નિ, પરમાણુ, મુક્તજીવન અને જયોતિદેવની સ્વભાવગતિ છે. નારકોની શીધ્રગતિ કેવી હોય તે બતાવે છે. શીઘગતિ વિષય આ પદ કાળનું વાચક છે. કેમકે શીધ્ર ગતિમાં કાળ જ હેતુરૂપ
છે.
હેય છે.
કોઈ પુરુષ યુવાન હોય, બળવાન અને પુષ્ઠ વયનો હોય, નિરોગી હોય,
૪૮૧