________________
જ્યારે ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં હોતું નથી. ત્યારે બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ હેમ છે.
એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ચાર સમયની હોય છે. બે સમયની ગતિ આ પ્રમાણે હોય છે. જ્યારે કોઈ જીવ ભરતક્ષેત્રના પૂર્વદિશાથી નરકમાં પશ્ચિમદિશામાં ઉત્પન્ન થાય છે ત્યારે તે પ્રથમ સમયમાં નીચે આવે પછી બીજા સમયમાં તિર્જા ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, ત્રણ સમયની વિગ્રહગતિનું સ્પષ્ટીકરણ આ રીતે સમજવું. ક્યારે કોઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશામાંથી નરકમાં વાયવ્ય કોણમાં ઉત્પન્ન થાય છે ત્યારે પ્રથમ સમયમાં નીચે આવે. બીજા સમયે તિર્થગૃતિથી પશ્ચિમદિશામાં જાય અને ત્રીજા સમયે તિયંગગતિથી વાયવ્ય દિશામાં ઉત્પત્તિ સ્થાનમાં જઈને ઉત્પન્ન થાય છે. આ પ્રકારનો નારકોનો શીઘ્રગતિકાળ કહ્યો છે તેને શીઘ્રગતિ પણ કહી છે.
એકેન્દ્રિય જીવ એકસમય ત્રસ નાડીની બહાર અધોલોકની વિદિશામાંથી દિશામાં જ્ય છે કારણકે પરલોકગમન વખતે જીવની સમશ્રેણીમાં જ ગતિ થાય છે. બીજા સમયમાં તે લોકની મધ્યમાં પ્રવેશ કરે છે. ત્રીજા સમયે ઉર્ધ્વલોકમાં જાય અને ચોથા સમયે નાડીમાંથી બહાર નીકળીને ઉત્પત્તિના સ્થાનમાં જાય છે.
જીવોની ગતિ શ્રેણી અનુસાર થાય છે. તેથી તેઓ પૂર્વાદિ છ દિશાઓમાં થઈને જ પોતાના અધિષ્ઠિત સ્થાનમાંથી ઉત્પત્તિ સ્થાન તરફ ગતિ કરે છે. એ જ પ્રમાણે જીવોની આગતિ ઉત્પત્તિ સ્થાન તરફ આગમન પણ ૬ દિશાઓમાંથી જ થાય છે. અર્થાત્ જીવોની ગતિ અનેં આગતિ બંને પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષાએ પૂર્વાદિ દિશાઓને આશ્રિત હોય છે.
ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત જીવની ઉત્પત્તિ પણ ઋજુગતિની છ એ દિશાઓમાંથી જ થાય છે તથા આહાર પણ છ એ દિશાઓમાંથી ગ્રહણ કરે છે. કારણકે જીવ પૂર્વાદ દિશાઓમાં રહેલા પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો સ્પર્શ કરે છે અને સ્પષ્ટ થયેલા તે પુદ્ગલોનો જ આહાર કરે છે. તથા વૃદ્ધિ પણ છ એ દિશાઓમાંથી જ થાય છે. એ જ પ્રમાણેની વૃદ્ધિ, વિકુર્વણા આદિ પણ છ એ દિશાઓને આશ્રિત હોય છે.
જે રીતે જીવોની ગતિ આદિ ઉપર્યુક્ત વસ્તુઓ છ એ દિશામાં થાય છે. એ જ
૪૮૩