________________
માનસિક વ્યાપારનો અભાવ હોય છે. વિકલેન્દ્રિયોમાં વિશિષ્ટ મનોવૃત્તિનો અભાવ હોય છે. કેવલી અને સિદ્ધો નોસંશી નોઅસંશી હોય છે. કેવલીઓમાં મનોદ્રવ્યોનો સંબંધ હેવા છતાં પણ તેઓ અતીત, અનાગત અને વર્તમાનકાલિક પદાર્થોના સ્વભાવની પર્યાલોચનારૂપ સંજ્ઞાથી રહતિ છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષય થઈ જવાના કારણે તેઓ કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા જ સમસ્ત પદાર્થોને સાક્ષાત જાણે અને દેખે છે. એ કારણે તેમને નોસંશી કહેલ છે. એજ પ્રકારે સિદ્ધ દ્રવ્ય મનથી રહિત હોવાના કારણે નોસંશી છે અને સર્વજ્ઞ હોવાના કારણે નોઅસંજ્ઞી છે. એ જ અભિપ્રાયથી ભગવાને કહ્યું છે કે જીવ સંશી પણ હોય છે. અસંશી પણ હોય છે. અને નોસંજ્ઞી-નોઅસંશી પણ હોય છે.
નારકો સંશી પણ છે અને અસંશી પણ છે. નોસંજ્ઞી નોઅસંશી નથી. એ જ પ્રકારે ભવનપતિ તેમ જ વાણવ્યંતરનું સમજવું.
જે સંજ્ઞીના ભવથી નરકમાં ઉત્પન્ન થાય છે, તે નારકો સંશી કહેવાય છે અને જે અસંશીના ભવથી નારકમાં ઉત્પન્ન થાય છે. તેઓ અસંશી કહેવાય છે. પણ નારક નોસંજ્ઞી નોઅસંજ્ઞી નથી હોતા. કેમકે તેઓ કેવલી થઈ શકતા નથી. કેવલી ન થવાનું કારણ એ છે કે તેઓ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી. ભવનવાસી દેવો તેમ જ વાણવ્યંતર દેવોનું એ પ્રમાણે સમજવું.
એકેન્દ્રિયો અને વિશ્લેન્દ્રિય જીવો અસંજ્ઞી જ હોય છે. સંશી નથી હોતા. નોસંજ્ઞીનો અસંશી પણ નથી.
મનુષ્યોમાંથી ગર્ભજ મનુષ્ય સંશી હોય છે. સંસૂચ્છિક મનુષ્ય અસંશી હોય છે અને કેવલી નોસંજ્ઞીનોઅસંશી હોય છે. તેથી મનુષ્ય સંજ્ઞી, અસંશી અને નોસંન્ની નોઅસંશી હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચ નારકોના સમાન છે. જ્યોતિષ્ક અને વૈમાનિક સંજ્ઞી હોય છે. અસંશી નથી હોતા. કેમકે અસંશી જીવો તેઓમાં ઉત્પન્ન થતા નથી. તેથી અસંજ્ઞી નથી હોતા તથા નોસંજ્ઞી નોઅસંશી પણ નથી હોતા, કેમકે તેઓ ચારિત્ર અંગીકાર નથી કરી.
શકતા.
૪૨