________________
(૨૧મું) સંશી દ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી છે. એ વિચારણામાં ૨૧મા દ્વારમાં સંક્ષી વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. સંશીના અર્થો :
શાસ્ત્રમાં સંશી શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
૧
(૧) જે મનવાળા જીવ છે તે સંશી કહેવાય છે. (૨) જેને સંજ્ઞા હોય તેને સંશી કહેવાય છે. (૩) જે જીવોમાં હિતાહિતનો વિચાર કરવાનું સામર્થ્ય હોય છે તેને સંક્ષી હે છે. (૪) અતીત, અનાગત અને વર્તમાન ભવોના સ્વભાવની વિચારણાવાળા જીવોને સંશી કહેવાય છે.૪
શાસ્ત્રમાં સંક્ષીનું વિવેચન :
શાસ્ત્રમાં દર્શાવેલ સંજ્ઞી શબ્દનું નીચે પ્રમાણે વિવેચન કરવામાં આવેલ છે.
“જીવ સંશી પણ છે અને અસંશી પણ છે. અને નોસંશી નોઅસંશી પણ છે. સંજ્ઞાનો અર્થ છે કે એવા જીવ કે જેમનામાં માનસિક જ્ઞાન તેમ જ વિશિષ્ટ સ્મૃતિ મળી આવે. તેમનાથી જે વિપરીત હોય અર્થાત્ જેમનામાં માનસિક જ્ઞાન ન હોય તે અસંજ્ઞી હેવાય છે. અને જે સંશી અને અસંશી બંને કોટીઓથી અતિત હોય તેવા કેવલી નોસંજ્ઞી નોઅસંશી કહેવાય છે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવ અસંશી હોય છે. એકેન્દ્રિયોમાં
૪૧