________________
થઈ જાય છે. કોઈ માદિ જીવ પ્રથમ સમયે ભરતક્ષેત્રના પૂર્વ ભાગમાંથી પશ્ચિમ ભાગમાં ગયો હશે. બીજે સમયે ઐરાવતક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગયો હશે. અને ત્રીજે સમયે ત્યાંથી નરકમાં ઉત્પન્ન થયો હશે. આ રીતે ત્યાં ઘુમાવ(વળાંક)માં ત્રણ સમય લાગ્યા. પ્રથમ તથા દ્વિતીય સમયમાં તે જીવ અણાહારક રહ્યો અને ત્રીજે સમયે નિયમથી જ આહારક થઈ ગયો. આ રીતે બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવો તથા નારકથી વૈમાનિક પર્યંતના જીવો નિયમથી ત્રીજે સમયે આહારક થાય છે. જીવ અને એકેન્દ્રિય જીવો નિયમથી ચોથા સમયે આહારક થાય છે.
ઉત્પત્તિના પ્રથમ સમયે સૌથી અલ્પ આહારવાળો હોય છે કેમકે તે સમયે આહારગ્રહણ કરવાના સાધનરૂપ તેનું જે શરીર હોય છે તે ઘણું જ નાનું હોય છે. તથા આયુના ચરમ સમયે પણ જીવ સૌથી અલ્પ આહારવાળો હોય છે. કારણકે તે સમયે આત્મપ્રદેશો સંહત થઈ જાય છે અને તેઓ અલ્પ શરીરવયોમાં રહેતા હોય છે. સૂ. ૧.
વનસ્પતિકાયિક જીવ વર્ષાઋતુમાં(અષાઢથી આસો માસ) સૌથી અધિક આહારવાળા હોય છે. ત્યારબાદ ઉત્તરોત્તર અધિકને અધિક અલ્પાહાર થતા જાય છે. એટલે કે ગ્રીષ્મ કરતાં શરદમાં, શરદ કરતાં હેમંતમાં, હેમંત કરતાં વસંતમાં, વસંત કરતાં ગ્રીષ્મમાં એમ ઉત્તરોત્તર વધારેને વધારે અલ્પાહારી થતાં જાય છે. આ રીતે વનસ્પતિકાયિક જીવો ગ્રીષ્મઋતુમાં સૌથી વધારે અલ્પાહારવાળા હોય છે. અને વનસ્પતિકાયિકોના પાન, ફળ, ફૂલથી હરિયાળા કેમ બને છે? ગ્રીષ્મઋતુમાં અને ઉષ્મ યોનિ વાળા જીવો અને પુગલો વનસ્પતિકાયમાંથી બહાર નીકળે છે. વનસ્પતિમાં આવે છે. મરે છે અને ઉત્પન્ન થઈ જાય છે તે કારણે આવું થાય છે. - વર્ષાઋતુમાં વનસ્પતિકાયિક વધારેમાં વધારે આહારવાળા હોય છે. કારણકે તે બંને ઋતુમાં ઉદક(જળ) સ્નેહની અધિકતા રહે છે. અષાઢ અને શ્રાવણ વર્ષાઋતુના મહિના છે. નારકો અને દેવના આહાર:
નારકો અને દેવો સચિતહારી અને મિશ્રાહારી નથી પરંતુ અચિત્તહારી જ. હોય છે.
૪૬૪