________________
- નારકીનો આહાર ચાર પ્રકારનો કહ્યો છે – અંગારોપમ, મુર્મરોપમ, શીતલ ને હીમશીતલ - (૧) અંગારોપમ : જે આહાર થોડા કાળ સુધી શરીરમાં દાહ ઉત્પન્ન કરનાર બને તે આહારને અંગારોપમ કહે છે.
(૨) મુરોપમ = જે આહાર કરીષાગ્નિ સમાન દીર્ઘકાલીન દાહકતાનો જનક હે છે.
(૩) શીતલ: જે આહાર શીતલવેદનાનો જનક હોય છે. (૪) હીમ શીતલ: જે આહાર હીમ જેવો અતિ શીત વેદનાનો જનક હોય છે.
આહારનો આ પ્રકારનો ક્રમ અનુક્રમે વધુને વધુ અધોવર્તી નારકોના નારકોમાં સમજવો. એટલે કે તે સૌથી નીચેની નરકમાં ૭મી નરકમાં હીમશીતલ આહાર છે.
પણી આદિ તિર્યંચોનો આહર ચાર પ્રકારનો કહ્યો છે:
(૧) કંકોપમ (૨) બિલોપમ (૩) પાણમાસોપમ અને (૪) પુત્રમાંસપમ (૧) કંકોપમઃ
કંક પક્ષીના જેવો આહાર જે તિર્યંચો લે છે તે તિર્યંચોના આહારને કંકોપમ આહાર કહે છે. કંકાહાર દુર્જર છે. એટલે પચવો મુશ્કેલ હોય પણ ખાવામાં સુખાકારી હેય છે, એવા આહારને કંકોપમ આહાર કહે છે. (૨) બિલોપમ આહારઃ
બિલમાં પ્રવેશ કરતો પદાર્થ જે રીતે પોતાના રસાસ્વાદનું પ્રદાન કરાવનાર હોતો નથી, એ રીતે જે આહાર ગળામાં શીઘ્રતાથી પ્રવિષ્ટ થવાના કારણે પોતાના રસાસ્વાદનો પ્રદાતા થતો નથી. એવા આહારને “બિલોપમ” કહે છે. (૩) પાણમાંસોપમ આહાર :
જે આહાર ચાંડાળના શરીરના માંસ જેવો હોય છે.
૪૬૫