________________
જીવ તથા એકેન્દ્રિય જીવો નિયમથી જ ચોથે સમયે આહારક થાય છે. બેઇન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના જીવો ત્રીજે સમયે અવશ્ય આહારક થાય છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે તથા આયુષ્યના ચરમ સમયે સૌથી ઓછા આહારવાળો થાય છે. સૌથી ઓછા આહાર વિશેના નારકથી લઈને વૈમાનિક પર્યંતના ૨૪ દંડકના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું.
જીવ કાળધર્મ પામીને ઉત્પાદ સ્થાનની તરફ ગમન કરે છે ત્યારે ૭ શ્રેણીઓ હોય છે. (૧) ઋજવાયતા (૨) એક્તોવક્રા (૩) દ્વિધાતાવક્રા (૪) એકતઃખા (૫) દ્વિધાતઃખા (૬) ચક્રવાલા (૭) અર્ધ ચક્રવાલા. અહિં પ્રથમ ત્રણ શ્રેણીનું પ્રકરણ ચાલે છે. (૧) જવાયતા શ્રેણી જુગતિથી-અર્થાત વણાંકવિનાની ગતિથી ઉત્પાદ સ્થાન તરફ જતો જીવ. પરભવના આયુના પ્રથમ સમયે જ આહારક થઈ જાય છે. (૨) એકતોવક્રા શ્રેણી અર્થાત્ પ્રથમ સમયવાળા વળાંકમાં તે જીવ ઉત્પત્તિ સ્થાન ન પહોંચે પણ એક જગ્યાએ વળાંક લઈને ઉત્પાદ સ્થાન તરફ જાય છે. જીવની ગતિ બે પ્રકારની છે. ઋજુગતિ અને વિક્રગતિ. ઋજુગતિથી જન્માંતર કરનાર જીવને પૂર્વ શરીરનો ત્યાગ કરવાના સમયે જ નવા આયુષ્ય અને ગતિકર્મનો ઉદય થઈ જાય છે. તથા વક્રગતિવાળા જીવને પ્રથમ વક્રસ્થાને નવીન આયુ ગતિ અને આનુપૂર્તિ નામકર્મનો ઉદય થઈ જાય છે. કારણકે વક્રસ્થાન સુધી જ પૂર્વભવના આયુઆદિનો ઉદય રહે છે. મુક્ત થતા જીવને વિગ્રહગતિમાં બે સમયમાંથી એક સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારનો છે અને બીજો સમય નવા ઉત્પત્તિ સ્થાનમાં પહોંચવાનો છે. બે સમયવાળા એક વિગ્રહમાં પ્રથમ સમય અનાહારનો છે અને બીજો સમય આહારકનો હોય છે.
સંસારી જીવને ઋજુ અને વક્ર એ બંને ગતિના અધિકારી કહ્યા છે જ્યારે જીવની વક્રગતિ હોય ત્યારે બે, ચાર સમય સમજવા. જે વક્રગતિમાં એક વળાંક હોય તેમાં બે સમયનું કાળમાન હોય છે. જેમાં બે વળાંક હોય છે. તેમાં ત્રણ સમયનું કાળમાન અને જેમાં ત્રણ વળાંક હોય તેમાં ચાર સમયનું કાળમાન કહ્યું છે.
નારકાદિ ત્રસ જીવો છે તે મરીને ત્રસમાં જ ઉત્પન્ન થાય છે. તેમનું ગમન કે આગમન ત્રસ નાડીની બહાર થતું નથી. તેથી તેઓ બીજા સમયમાં અવશ્ય આહારક
૪૬૩