________________
તેઇન્દ્રિયો માટે તે પુગલો ઘ્રાણેન્દ્રિયની, જિન્દ્રિયની, સ્પર્શેન્દ્રિયની તે જ વિષમ માત્રા રૂપથી તેમના માટે પુનઃ પુનઃ પરિણત થાય છે. ચૌરેન્દ્રિયોના ચક્ષુરિન્દ્રિયની યાવત્ સ્પર્શેન્દ્રિયની વિષમમાત્રા રૂપથી તેમના માટે પુનઃ પુનઃ પરિણત થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચોનું તેઈન્દ્રિયોની જેમ સમજવું, વિશેષ એ છે કે તેઓમાં જે આભોગનિવર્તિત આહાર કરે છે. તે જઘન્ય અં. મુ.થી ઉત્કૃષ્ટ પાઇ ભક્તથી આહારની અભિલાષા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોના માટે જે પુદ્ગલ આહારના રૂપમાં પ્રહણ થાય છે તે શ્રોતેન્દ્રિયની વિમાત્રા યાવતુ સ્પર્શેન્દ્રિયની વિમાત્રાથી વારંવાર પરિણત થાય છે. મનુષ્ય એ જ પ્રકારે વિશેષ એ છે કે આભોગનિવર્તિત આહાર જઘન્ય અં. મુ.માં અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્તથી આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
વાણવ્યંતર જેવા નાગકુમારનું છે તે પ્રમાણે જ્યોતિષ્કનું સમજવું અને એ જ પ્રકારે પરંતુ વિશેષ આભોગ નિવર્તિત આહાર જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસપૃથકત્વમાં આહારની અભિલાષા થાય છે, એ જ પ્રકારે વૈમાનિકમાં હોય. પણ વિશેષ એ છે કે સૌધર્મ કલ્પમાં આભોગનિવર્તિત આહાર જઘન્ય દિવસ પૃથકત્વ અને ઉત્કૃષ્ટ બે હજાર વર્ષમાં આહારની અભિલાષા થાય છે. ઇશાન કલ્પમાં જઘન્ય કાંઈક અધિક પૃથકત્વ દિવસમાં અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે હજાર વર્ષમાં, સનકુમારમાં જઘન્ય બે હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષમાં, માહેન્દ્ર કલ્પમાં જઘન્ય કાંઈક અધિક બે હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ કાંઈક અધિક ૭ હજાર વર્ષમાં, બ્રહ્મલોકમાં કલ્પમાં જધન્ય ૭ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૧૦ હજાર વર્ષમાં, લાંતકમાં જઘન્ય ૧૦ હજાર વર્ષમાં ઉત્કૃષ્ટ ૧૪ હજાર વર્ષમાં, મહાશુક્રમાં જઘન્ય ૧૪ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૧૭ હજાર વર્ષમાં, સહસારમાં જઘન્ય ૧૭ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૧૮ હજાર વર્ષમાં, આનતમાં જઘન્ય ૧૮ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૧૯ હજાર વર્ષમાં, પ્રાણતમાં જઘન્ય ૧૯ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૦ હજાર વર્ષમાં, આરણમાં જઘન્ય ૨૦ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૧ હજાર વર્ષમાં, અય્યત્તમાં જઘન્ય ૨૧ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષમાં.
અધસ્તન રૈવેયકમાં જઘન્ય ૨૨ હજાર વર્ષમાં, ઉત્કૃષ્ટ ૨૩ હજાર વર્ષમાં,
૪૫૩