________________
મનામરૂપથી ઇચ્છિત રૂપથી, અભિલષણીય રૂપથી, હલકા રૂપથી અને સુખરૂપથી તેમના માટે વારંવાર પરિણમન થાય છે. યાવત્ સ્વનિતકુમાર સુધી આ જાણવું તેમાં વિશેષતા એ છે કે તેમના આભોગનિવર્તિત આહાર ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વમાં તેમને આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. અસુરકુમારાદિ ત્રસનાડીમાં જ થાય છે. તેથી જ તેઓ છે દિશાનો આહાર કરે છે.
પૃથ્વીકાય આહારાર્થી છે. પૃથ્વીકાયિકોને પ્રતિસમય વિરહસિવાય આહારની અભિલાષા થાય છે. કઈ વસ્તુનો આહાર કરે તે નારકોના કથન પ્રમાણે સમજવું. વ્યાઘાત ન થતાં છ એ દિશાઓથી આગતદ્રવ્યોનો આહાર કરે છે. જો વ્યાઘાત અર્થાત લોકના નિષ્કટ પ્રદેશોના કારણે રૂકાવટ થાય તો કદાચિત ૩, કદાચિત્ ૪, કદાચિત ૫ દિશાઓથી આગત દ્રવ્યોનો પૃથ્વીકાયિક આહાર કરે છે. પણ નારકોથી" પૃથ્વીકાયિકોમાં વિશેષતા એ છે કે તેમાં બાહુલ્ય કારણ નથી મળતું. તે આહાર કરાતાં પુદ્ગલદ્રવ્યોના આગળના રંગ આદિ ગુણ નષ્ટ થઈ જાય છે. અને નૂતનગુણ ઉત્પન્ન થાય છે. બાકી બધું કથન નારકોના સમાન સમજવું. અર્થાત્ નારકોની સમાન એકાંત અશુભરૂપમાં તથા દેવોની જેમ એકાંત શુભરૂપમાં તેમના પરિણમન થતાં નથી. એ જ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક સુધીનું સમજવું.
બેઇન્દ્રિય જીવો આહારાર્થી છે. નારકોની જેમ સમજવું. વિશેષતા એ છે કે તેઓમાં જે આભોગનિવર્તિત આહાર છે તે અસંખ્યાત સમયના અં. મુમાં આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. નિયમથી છ દિશાઓથી આહાર ગ્રહણ કરે છે. બેઈન્દ્રિયોનો આહાર બે પ્રકારનો છે.લોમાહાર અને પ્રક્ષેપાહાર. જે પુદ્ગલોને ક્ષેમાહાર રૂપમાં ગ્રહણ કરે છે. તે બધાનો સંપૂર્ણરૂપમાં આહાર કરે છે. જે પુદ્ગલોને પ્રક્ષેપાહારથી ગ્રહણ કરે છે. તેમાંથી અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે. અનેક સહસ્રભાગ સ્પર્શ ન થનારાઓના આસ્વાદના ન કરતાં વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. બે ઇન્દ્રિયોને માટે જિહેન્દ્રિયની અને સ્પર્શેન્દ્રિયની વિષમ માત્રાના રૂપમાં તેમના માટે વારંવાર પરિણત થાય છે. તેમાં આસ્વાદન કરતાં પુદ્ગલ બધાથી ઓછા અને તેનાથી અસ્પષ્ટ અનંતગુણા છે.
૪૫ર