________________
મનુષ્યનું સ્વરૂપ કહે છે. કોઈ મનુષ્ય કર્મભૂમિજ, કોઈ અકર્મભૂમિજ તો કોઈ અંતરદ્વીપ જ હોય છે. આ જીવોની ઉત્પત્તિ પોતપોતાના બીજ અને અવકાશ પ્રમાણે થાય છે. સ્ત્રી અને પુરુષને પૂર્વ કર્મ પ્રમાણે નિમિત્તયોનિમાં મૈથુન વિષય સંયોગ થાય છે. તે સંયોગ પછી ઉત્પન્ન થવાવાળો જીવ બંનેના સ્નેહનો આહાર કરે છે. તે જીવો ત્યાં સ્ત્રીપણાથી, પુરુષપણાથી અને નપુંસકપણાથી ઉત્પન્ન થાય છે. તે જીવો પોતાના શરીરનું નિર્માણ કરવા માટે માતાપિતાના રજ અને વીર્યને ગ્રહણ કરે છે. તે પછી એ જીવો માતા જે અનેક પ્રકારના રસયુક્ત પદાર્થનો આહાર કરે છે તેના એક દેશનો ઓજ આહાર કરે છે. જન્મ પામ્યા પછી પૂર્વ જન્મના અભ્યાસ સંસ્કાર વસાત્ માતાનું દૂધ પીવે છે. અનુક્રમથી વધતાં ભાત તથા ત્રસ અને સ્થાવર જીવોનો આહાર કરે છે. અર્થાત્ અનેક પ્રકારના ભોજ્ય પદાર્થોનો ઉપભોગ કરતાં અનુક્રમથી વધે છે. (સૂ. ૧૪.).
પંચેન્દ્રિય તિર્યંચોમાં જલચરો, ચોપગા સ્થલચર, ઉરપરિસર્પ, ભૂજપરિ સર્પ અને ખેચર, એ પાંચે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોનું મનુષ્યનાં સૂત્રમાં જણાવ્યા પ્રમાણે આહારનું વિવેચન સમજવું. (સૂ. ૧૫.)
કોઈ કોઈ જીવ જેમ કે જૂ-લીખ વગેરે તે ઇન્દ્રિય આદિ વિકસેન્દ્રિયો અનેક પ્રકારની યોનિઓમાં સ્થિત રહે છે અને વધે છે. તેઓ અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર જીવોના સચિત અને અચિત (શરીરો) કલેવરોમાં ઉત્પન્ન થાય છે. અને અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સ્નેહનો આહાર કરે છે. પોતાના શરીરરૂપે તે આહારને પરિણમાવે છે. એ જ પ્રમાણે મળ અને મૂત્રથી પણ વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. ગાય, ભેંસ વગેરેના શરીરમાં પણ ચર્મકીટપણાથી ઘણા વિકલેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. (સૂ. ૧૬.). - આ સંસારમાં અનેક જીવો વાયુયોનિક અપકાયમાં ઉત્પન્ન થાય છે. જેમ કે ઝાકળ. તે અપકાયપણાથી ઉત્પન્ન થાય છે. તેઓના શરીરો વાઉકાયથી બનેલાં હોય છે. તેઓ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સ્નેહ (રસ)નો આહાર કરે છે.
કોઈ કોઈ જીવો અપકાય યોનિવાળા અપકાયના જીવો હોય છે. તે જીવો
૪૪૮