________________
તૃણોમાં તૃણરૂપે ઉત્પન્ન થવાવાળા જીવ પણ હોય છે. તે જીવો પૃથ્વીયોનિવાળા ઘાસોમાં ઉત્પન્ન થાય છે. આગળનું સઘળું કથન પૂર્વોક્ત પ્રમાણે સમજવું. (સૂ. ૧૦.) * કોઈ કોઈ તૃણયોનિક જીવ તૃણ જીવોના શરીરનો આહાર કરે છે. વગેરે સઘળું કથન પૂર્વવત સમજવું. એ જ પ્રમાણે તૃણયોનિકો તૃણોમાં મૂળ કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપળ ચાવત્ બીજરૂપે ઉત્પન્ન થાય છે. ફળ વગેરેના જીવો વૃક્ષના જીવોથી ભિન્ન હોય છે. મૂળ વગેરેના જીવો, વૃક્ષ વગેરેના રસનો આહાર કરે છે. વગેરે સઘળું કથન પૂર્વવત્ સમજવું. (સૂ. ૧૦.)
એ જ પ્રમાણે ઔષધિ-વનસ્પતિમાં ચાર આલાપકો થાય છે. જેમ કે (૧) પૃથ્વીયોનિક ઔષધિ (૨) ઔષધિયોનિક ઔષધિ (૩) ઔષધિયોનિક અધ્યારૂહ અને (૪) અધ્યારૂહ યૌનિક અધ્યારૂહ
એ જ પ્રમાણે હરિત વગેરેમાં ચાર આલાપકો થાય છે. જેમ કે (૧) પૃથ્વીયોનિક હરિત (૨) હરિતયોનિક હરિત (૩) હરિતયોનિક અધ્યારૂહ (૪) અધ્યારૂહ યોનિક અધ્યારૂહ. (સૂ. ૧૧.)
કોઈ કોઈ વનસ્પતિ જીવો પૃથ્વીયોનિકથી ઉત્પન્ન થવાવાળા, પૃથ્વી સંભવ, પૃથ્વીના સ્થિત અને પૃથ્વીમાં જ વધનારા હોય છે. આ વનસ્પતિકાયના જીવો તે અનેક પ્રકારના યોનિવાળી પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. તેઓ પૃથ્વી વગેરે છ એ કાયના શરીરોનો આહાર કરે છે. આમાં એક જ આલાપક હોય છે. બાકીના ત્રણ આલાપક હોતા નથી.
- કોઈ કોઈ જલયોનિક, જલમાં સ્થિત અને વધે છે યાવત્ તેઓ પોતાના કર્મથી અનેક પ્રકારની યોનિ વાળા પાણીમાં વૃક્ષપણાથી ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના આપકાય યોનિક જલના સ્નેહનો આહાર કરવાવાળા હોય છે. તેઓ પૃથ્વી વગેરેના શરીરનો પણ આહાર કરે છે. અહીં એક જ આલાપક હોય છે.
કોઈ કોઈ જીવો પૃથ્વીયોનિક વૃક્ષોમાં, પૃથ્વીયોનિક તૃણોમાં, તૃણયોનિક તૃણોમાં, જલયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. તેઓ વૃક્ષોના સ્નેહનો આહાર કરે છે. તે પૃથ્વીકાય વગેરેના શરીરોનો પણ આહાર કરે છે. સૂ. ૧૩.
૪૪૭