________________
પણ આહાર કરે છે. તેઓ અનેક પ્રકારનાં ત્રસ અને સ્થાવર જીવોના શરીર પોતાના શરીરથી અચિત કરી દે છે. અને પૃથ્વીકાય વગેરેના શરીરને પોતાના શરીર રૂપથી પરિણમાવી લે છે. તે વૃક્ષ યોનિવાળા વૃક્ષોના બીજા શરીરો પણ હોય છે જે અનેક પ્રકારનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અનેક પ્રકારના અવયવોની રચનાઓથી યુક્ત તથા અનેક પ્રકારનાં પુદ્ગલોથી બનેલાં છે. (સૂ. ૪.)
વનસ્પતિકકાયિક જીવોનો ત્રીજો ભેદ પણ છે. જે વૃક્ષો વૃક્ષયોનિ વાળા વૃક્ષોના રસનો આહાર કરે છે. બાકીનું વર્ણન પૂર્વોક્ત પ્રમાણે સમજી લેવું. (સૂ. પ.)
વૃક્ષના આશ્રયથી રહેલા અને વૃક્ષમાં ઉત્પન્ન થવાવાળા. તે વૃક્ષ યોનિ વાળા અધ્યારૂહ (ઉપર ચડવાવાળા) નામના વૃક્ષોનાં શરીર અનેક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં હોય છે. તે શરીરો પોતપોતાના ઉપાર્જન કરેલા કર્મો અનુસાર હોય છે.' બાકીનું કથન પૂર્વોક્ત પ્રમાણે સમજવું. (સુ. ૬.).
હવે અધ્યારૂહ યોનિ વાળા, અધ્યારૂહ વનસ્પતિકાય પણ હોય છે. અર્થાત્ વૃક્ષયોનિક અધ્યારૂહ નામની વનસ્પતિ જ જેમની યોનિ અર્થાત્ ઉત્પત્તિ સ્થાન છે અને અધ્યારૂહ વનસ્પતિ વધવાથી વધે છે. તેઓ કર્મના નિમિત્તે અધ્યારૂ વનસ્પતિમાં જ અધ્યારૂહપણાથી વધે છે. આગળનું કથન પૂર્વોક્ત પ્રમાણે સમજવું. (સૂ. ૭.)
કોઈ કોઈ જીવ અધ્યારૂહ યોનિ વાળા, અધ્યારૂહના આશ્રયથી રહેવાવાળા અને અધ્યારૂહમાં જ વધવાવાળા હોય છે. આગળનું કથન પૂર્વોક્ત પ્રમાણે સમજવું. (સૂ.
૮.).
કોઈ કોઈ જીવો પૃથ્વીકાયથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય પર જ સ્થિત રહે છે. અને વધે છે. તેઓ અનેક પ્રકારના પૃથ્વીકાય ઉપર તૃણરૂપે ઉત્પન્ન થાય છે. નાના કે મોટા શરીરોથી યુક્ત તે પ્રાણીઓ તે અનેક પ્રકારની જાતવાળી પૃથ્વીના સ્નેહનો આહર કરે છે. યાવતું તે તૃણાદિ જીવોને પોતે કરેલા કર્મ પ્રમાણે જ તૃણ શરીર હોય છે. (સૂ. ૯.)
જે રીતે પૃથ્વયોનિવાળા તૃણના જીવો બતાવ્યા છે એ જ પ્રમાણે પૃથ્વીયોનિવાળા
૪૪૬